ભાદરવા માસમાં સૌરાષ્ટ્ર–કચ્છમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી પગરણ માંડ્યાં છે, પરંતુ સમગ્ર પ્રદેશમાં વરસાદનું વિતરણ હજુ અસમાન છે. હવામાન ખાતા મુજબ મુજબ આજે સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર–કચ્છમાં અતિભારે વરસાદની ચેતવણી છે અને 15મીએ ભારે વરસાદની શક્યતા છે.
આજે સવારે પણ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત મોરબી જિલ્લામાં મેઘસવારીની શરૂઆત થઈ ગઈ હતી.
આજે સવારે છ વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ૮૩ તાલુકામાં પડેલા વરસાદના આંકડા આ મુજબ છે. બોટાદ: બરવાળા: 86, રાણપુર: 67, ગઢડા: 22, બોટાદ: 8
સુરેન્દ્રનગર: ચુડા: 72, મુળી: 49, ધ્રાંગધ્રા: 43, દસાડા: 37, સાયલા: 27, વઢવાણ: 15, થાનગઢ: 11, લીંબડી: 11, ચોટીલા: 10, લખતર: 10
જુનાગઢ: ભેંસાણ: 52, જુનાગઢ: 32, જુનાગઢ સિટી: 32, મેંદરડા: 31, વિસાવદર: 24, માંગરોળ: 18, કેશોદ: 13, માળિયા હાટીના: 10, વંથલી: 9, માણાવદર: 3
અમરેલી: કુંકાવાવ વડિયા: 42, સાવરકુંડલા: 39, લાઠી: 38, લીલીયા: 37, અમરેલી: 31, બાબરા: 24, બગસરા: 15, જાફરાબાદ: 10, રાજુલા: 8, ખાંભા: 8, ધારી: 6
ભાવનગર: ઘોઘા: 27, પાલીતાણા: 25, તળાજા: 24, જેસર: 22, સિહોર: 20, ગારિયાધાર: 19, મહુવા: 19, વલ્લભીપુર: 18, ભાવનગર: 14, ઉમરાળા: 7
રાજકોટ: જસદણ: 19, જામકંડોરણા: 12, જેતપુર: 11, પડધરી: 7, ગોંડલ: 7, કોટડા સાંગાણી: 7, વીંછીયા: 5, રાજકોટ: 4, લોધિકા: 3, ધોરાજી: 3, ઉપલેટા: 2
મોરબી: હળવદ: 16, મોરબી: 14, ટંકારા: 7, વાંકાનેર: 5, માળિયા (મીંયાણા): 4 ગીર સોમનાથ: તાલાલા: 13, સુત્રાપાડા: 5, પાટણ-વેરાવળ: 4, ઉના: 2, ગીર ગઢડા: 2
કચ્છ: ભચાઉ: 14, માંડવી: 8, ગાંધીધામ: 7, અંજાર: 4, મુન્દ્રા: 4, રાપર: 3, નખત્રાણા: 1, અબડાસા: 1
જામનગર: કાલાવડ: 8, જામજોધપુર: 7, જોડિયા: 6, ધ્રોલ: 2
પોરબંદર: પોરબંદર: 4, રાણાવાવ: 3
દેવભૂમિ દ્વારકા: દ્વારકા: 2, ભાણવડ: 2.
આજે સવારે છ થી આઠમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં દોઢ ઇંચ ધાંગધ્રા એક ઇંચ સહિત થાનગઢ સાયલા લખતર વઢવાણ દસાડા લીંબડી ચોટીલા ચુડા પંથકમાં મેઘ સવારી શરૂ થઈ ગઈ હતી આ ઉપરાંત જામનગર અને કાલાવડમાં પણ ઝાપટાઓ વરસ્યા હતા.
14,૧૫ સપ્ટેમ્બર: અતિભારે વરસાદની હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે.