આજે ગુજરાતભરમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. ઢોલ-નગારાના તાલે ભાવિકો ગણપતિજીની મૂર્તિઓનું આનંદ ઉલ્લાસ સાથે વિસર્જન કરી રહ્યા છે. ત્યારે બાબરાના મોટા દેવળિયા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ગણેશ વિસર્જન કરવા આવેલા ચાર લોકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે.
મૃતકોના નામ
કનુભાઈ દેવજીભાઈ શિંગાળા (ઉં.વ.40, રહે. મોટાદેવળીયા))
સચિનભાઈ કાળુભાઈ શીંગાળા (ઉં.વ.27, રહે. મોટાદેવળીયા)
બલીભાઇ પ્રવીણભાઈ જેઠવા(ઉં.વ.19, નવાગઢ જેતપર)
કેવિન પ્રવીણભાઈ જેઠવા(ઉં.વ.17, નવાગઢ જેતપર)
મામાના ઘરે આવેલા બે સગા ભાઈઓ પણ ડૂબ્યા
આ કરુણ ઘટનામાં ડૂબનારા ભલા પ્રવીણભાઈ જેઠવા અને સગીર કેવિન પ્રવીણભાઈ જેઠવા બંને સગા ભાઈઓ છે. તેઓ મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા નવાગઢના વતની છે અને મોટાદેવળીયા મુકામે પોતાના મામાના ઘરે આવ્યા હતા. બે સગા ભાઈઓ સહિત ગામના બે યુવાનો પણ ચેકડેમમાં ડૂબી જતાં બંને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.