વિડિયો ગેમની દુનિયામાં છેલ્લા 13 વર્ષથી જે મહા-લોન્ચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેની અસર હવે દુનિયાભરની ઓફિસો અને કર્મચારીઓની હાજરી સુધી સ્પષ્ટપણે વતર્વિા લાગી છે. અમેરિકી ગેમ ડેવલપર દિગ્ગજ કંપ્ની રોકસ્ટારની અત્યંત ચર્ચિત એક્શન-એડવેન્ચર વિડિયો ગેમ ગ્રાન્ડ થેફ્ટ ઓટો-6 (જીટીએ-6) આગામી 19 નવેમ્બરે સત્તાવાર રીતે રિલીઝ થવા જઈ રહી છે.
આ ગેમના આગમનને લઈને ગેમર્સમાં એવો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે કે મોટી-મોટી કોર્પોરેટ કંપ્નીઓએ પોતાના કર્મચારીઓને લોન્ચ ડે પર ગેમ રમવા માટે ખાસ સવેતન રજા આપવાની શરૂઆત કરી દીધી છે.
જાપાની ગેમ ડેવલપર કંપ્નીએતો પોતાના કર્મચારીઓની આ દીવાનગીને ધ્યાનમાં રાખીને તેમને ગેમ રમવા માટે પૂરા 5 દિવસની ખાસ રજા આપવાનો મોટો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, ટેક્નોલોજી ક્ષેત્રની જાણીતી કંપ્ની લોજિટેકે પણ પોતાના 7,00થી વધુ કર્મચારીઓને વર્ષ દરમિયાન પોતાની પસંદગીનો કોઈપણ એક દિવસ માત્ર ગેમ રમવા માટે ફાળવવાની વિશેષ વ્યવસ્થા કરી છે.
એક તાજેતરના વૈશ્વિક સર્વે અનુસાર, એકલા અમેરિકામાં જ આશરે 1.25 કરોડ જેટલા લોકો જીટીએ-6 ની રિલીઝની આસપાસના દિવસોમાં પોતાના કામ અથવા અભ્યાસનું શેડ્યૂલ બદલવાની યોજના બનાવી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે આમાંથી અડધા જેટલા લોકોએ ગેમ રમવા માટે ઓફિસમાં બીમાર હોવાનું ખોટું બહાનું બનાવવાની પણ કબૂલાત કરી છે.
જીટીએ (ગ્રાન્ડ થેફ્ટ ઓટો) સીરિઝ હંમેશાં તેના અદ્ભુત ’ઓપ્ન-વર્લ્ડ’ ક્ધસેપ્ટ માટે દુનિયાભરમાં પ્રખ્યાત રહી છે. આ ગેમમાં ખેલાડીઓને (ગેમર્સને) કોઈ કાલ્પનિક કે વાસ્તવિક શહેરમાં ગમે ત્યાં મુક્તપણે ફરવાની, ગાડીઓ ચલાવવાની અને પોતાની મરજી મુજબ અલગ-અલગ મિશનો પૂરા કરવાની સંપૂર્ણ આઝાદી મળે છે.