રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના પાણી પ્રશ્ને સરકાર ચિંતિત; ઈશ્વર સિંહ અને વાઘાણી વચ્ચે મિટિંગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના પાણી પ્રશ્ને સરકાર ચિંતિત; ઈશ્વર સિંહ અને વાઘાણી વચ્ચે મિટિંગ
August 26, 2026 11:13 AM
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં પાણી પ્રશ્ને સરકાર ચિંતિત બની છે. ખાસ કરીને ઓછા વરસાદ અને ખાલી રહેલા જળાશયોથી ચિંતાના વાદળો ઘેરાયા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના અંતે તૈયાર થતું પાણી વિતરણનું વાર્ષિક આયોજન આ વર્ષે વહેલું તૈયાર કરવું પડે સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન ગઇકાલે આ મામલે રાયના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને રાજકોટના પ્રભારી તેમજ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઇ વાઘાણી વચ્ચે એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. રાજકોટ સહિત અડધા સૌરાષ્ટ્ર્ર અને સમગ્ર કચ્છમાં સરેરાશથી પણ ઓછો વરસાદ વરસ્યો હોય હવે પીવાના પાણી અને સિંચાઇ માટે નર્મદા નીર ઉપર જ અવલંબિત રહેવું પડશે. હાલ રાજકોટ શહેરને કોરાણે મૂકીને જામનગર, દ્રારકા અને પોરબંદર જિલ્લાના જળાશયોમાં સૌની યોજનાની લિંક–૩ હેઠળ નર્મદાનીર ઠાલવવાનું શ કરાયું છે. ચોમાસાના અઢી મહિના વિતી જવા છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં સંતોષકારક વરસાદ નહીં વરસતા રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૩માંથી ૫૭ ડેમની જળ સપાટી હજુ પચાસ ટકા કે તેથી પણ ઓછી છે. રાજકોટને પીવાનું પાણી પૂં પાડતા ડેમના ઉપરવાસમાં પર્યા વરસાદ વરસ્યો ન હોય આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ ડેમ ઓવરલો થવાનું તો દૂર પૂર્ણ સપાટી સુધી ભરાયા પણ નથી. આ સંજોગોમાં રાજકોટમાં આવતા ચોમાસા સુધી મતલબ કે જૂન–૨૦૨૭ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ જાળવી રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સરકારમાં પત્ર પાઠવીને આજી અને ન્યારી ડેમમાં કુલ ૪૦૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા માંગણી રજૂ કરાઇ છે