BREAKING NEWS

એક કિલો ચોખા ઉગાડવામાં ૨૬૦૦ લિટર પાણીની જરૂર: IIT AIની મદદથી આ ગણિત બદલશે

  • September 11, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં પાણીનો વપરાશ અને કૃષિ ક્ષેત્રમાં તેની જરિયાત અંગે એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. સામાન્ય રીતે એક કિલો ચોખા ઉગાડવા માટે ૧,૫૦૦ થી ૨,૦૦૦ લીટર પાણીની જરૂર પડે છે,જયારે પંજાબ અને હરિયાણા જેવા ભૂજળ આધારિત રાયોમાં આ ખપત વધીને ૨,૨૭૦થી ૨,૬૭૨ લીટર પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. દેશના કુલ તાજા પાણીનો અંદાજે ૯૦ ટકા હિસ્સો કૃષિ ક્ષેત્રમાં વપરાય છે અને ભારત દુનિયામાં ભૂજળનો સૌથી મોટો ઉપયોગકર્તા હોવાથી દર વર્ષે ભૂજળ સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. જોકે હવે આઈઆઈટી મદ્રાસ એઆઈની મદદથી આ ગણિત બદલશે.આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે આઈઆઈટી મદ્રાસ દ્રારા 'પ્રવર્તક ટેકનોલોજીઝ ફાઉન્ડેશન' હેઠળ 'પ્રિસિઝન એગ્રીકલ્ચર' પર વિશેષ કામ શ કરવામાં આવ્યું છે. આ નવી ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીનું ગણિત બદલવાનો અને પાણીની ખપતને મોટા પ્રમાણમાં ઘટાડવાનો છે. આ પદ્ધતિ દ્રારા ખેતરમાં પાકને તેની જરિયાત મુજબ જ ચોક્કસ માત્રામાં પાણી અને પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે, જેથી બિનજરી પાણીનો વ્યય અટકાવી શકાય છે.આ પ્રિસિઝન ફામિગ પદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સોઇલ સેન્સર અને ડિ્રપ ટેકનિકનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. જમીનમાં લગાવવામાં આવેલા સેન્સર ભેજની સટીક માહિતી આપે છે, જેનાથી સિંચાઈનો સાચો સમય નક્કી કરી શકાય છે. ખેતરોને આખા પાણીથી ડૂબાડી રાખવાને બદલે પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે અને ખેતરોને વચ્ચે–વચ્ચે હલકા સૂકવવા દેવાથી પાણીની ખપત ૩૦ ટકા સુધી ઘટાડી શકાય છે.આ પ્રકારની આધુનિક ટેકનિકથી માત્ર પાણીની જ બચત નથી થતી પરંતુ તે દેશની ખાધ સુરક્ષાને પણ મજબૂત બનાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application