BREAKING NEWS

તમે અહીં આવો આપણે એક દિવસ હોટલમાં રહીશું, મજા કરીશું, કહી મહિલાની પજવણી

  • October 18, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં રહેતી મહિલાએ અંકલેશ્વરમાં આવેલી સાસુની જમીનના માટે અંકલેશ્વરના શખસનો સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો. આ શખસ મહિલાને મેસેજ,કોલ અને વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરી પજવણી કરવા લાગતા મહિલાએ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


શહેરના રૈયા રોડ પર રહેતી 29 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અંકલેશ્વરના લલિતકુમાર બચુભાઈ કાપડિયાનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં તેના પુત્ર સાથે રહે છે પતિ સાથે અણબનાવ હોય જેથી તે અલગ રહે છે. સાસુ અંકલેશ્વરના લિમેટ ગામના છે જ્યાં તેમને સંયુક્ત માલિકીની ખેતીની જમીન આવેલી છે. આ જમીન વેચવાની મહિલાને ખબર પડતા તેણે પોતાના ફેસબુકમાં તા. 20/9 ના રોજ લલિત બચુભાઈ કાપડિયા (રહે. 201 શિવાય હાઇટ્સ, તળાવ રોડ, અંકલેશ્વર)નો ફેસબુકથી સંપર્ક કર્યો હતો. બાદમાં લલિતે તેના મોબાઈલ નંબર આપ્યા હતા જે નંબર પર ફોન કરી મહિલાએ આ લલીતભાઈને અંકલેશ્વરના લિમિટ ગામમાં તેના સાસુ ના ભાઈઓ ભાગની જમીન આવેલી હોય અને આ જમીન વેચવા કાઢી હોય જે જમીનની વિગત મેળવવાની વાત કરી હતી. જેથી લલિતે કામ કરાવી આપીશ અને જમીન અપાવી દઈશ તેવી વાત કરી હતી.


બાદમાં લલીત મહિલાને ફોન કરતો હતો અને વોટ્સએપમાં મેસેજ પણ મોકલતો હતો. વિડીયો કોલ પણ કરતો મહિલા એકલી રહેતી હોય અને પ્રાઇવેટ નોકરી કરતી હોય જે વાત લલિતને જણાવી હતી. જેથી લલિતે તા. 25/9/2025 ના વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે તમે અહીં આવો પછી આપણે એક દિવસ હોટલમાં રહીશું મજા કરીશું. તેવી વાત કરી હતી જેથી મહિલાને આઘાત લાગ્યો હતો. પરંતુ તે સમયે લલિતે મહિલાની નારાજગી સમજી જઇ તુરંત માફી માંગી લીધી હતી. બાદમાં લલિતની હિંમત વધી જતા તેણે મોબાઇલમાં મેસેજ કર્યા હતા. તારીખ 26/9 ના વિડીયો કોલ કર્યો હતો વિડીયો કોલમાં એક મોટી ઓફિસમાં લલિત એકલો હોય અને અને લલિતે કહ્યું હતું કે આ મારી માલિકીની કંપનીની ઓફિસ છે આ કંપની આખી મારી છે હું અહીંયા સર્વેસર્વા છું તેમ કહી ચાલુ વીડિયો કોલે બિભત્સ ચેનચાળા કરવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલાએ ગભરાઈ જઇ વિડીયો કોલ કટ કરી નાખ્યો હતો. બાદમાં તેણે ફરી માફી માંગી હતી અને ઓડિયો વોટ્સઅપ કોલ કરેલ તેમાં ફરી માફી માંગી કહ્યું હતું કે હું તને જોઈને આવેશમાં આવી ગયો મારી ઈચ્છા છે કે તને કાયમી અંકલેશ્વરમાં મારી કંપનીમાં બોલાવી નોકરી આપું મારી પાસે અઢળક પૈસા છે, હું તને રૂપિયા 25000 મહિને પગાર આપીશ તારે ખાલી મારું ધ્યાન રાખવાનું એટલે તને ક્યાંય કોઈ તકલીફ નહીં પડે હું તને અઢળક બીજા રૂપિયા પણ આપીશ તેવી વાત કરી હતી.


જેથી મહિલાએ કહ્યું હતું કે, મારી સાથે તમે આવી વાત ન કરતા મને આવા ખરાબ મેસેજ ન કરતા પરંતુ મહિલાને અંકલેશ્વરમાં જમીનનું કામ હોય જેથી આ લલિત સાથે વાત કરતી હતી.જમીનનું કામ કરાવી આપશે તેવી વાત કરી લલીત અવારનવાર મેસેજ તથા કોલ કરતો હતો બિભત્સ ચેનચાળા કરતો હતો. તા.29/9 /2025 ના આઇ લવ યુ બેબીનો મેસેજ કર્યો હતો જેથી અંતે મહિલાએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application