સોશિયલ મીડિયાના યુગમાં માત્ર માણસો જ નહીં, પરંતુ મૂંગા પશુઓ પણ સેલિબ્રિટી બની જતા હોય છે. પરંતુ ચીન (China) માંથી એક એવી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેણે આખા ઇન્ટરનેટ જગત અને પ્રાણીપ્રેમીઓને હચમચાવી દીધા છે. ચીનમાં સોશિયલ મીડિયા પર ૧૫ મિલિયન (૧.૫ કરોડ) થી વધુ ચાહકો ધરાવતા એક પ્રખ્યાત પાલતુ કુતરાને ચોરોએ ચોરી કરીને હોટેલને વેચી દીધો હતો, જ્યાં રેસ્ટોરન્ટના માલિકે તેને મારીને તેનું માંસ ગ્રાહકોને પીરસી દીધું છે.
કોણ હતો આ 'સ્ટાર શ્વાન' અને કેવી રીતે ગાયબ થયો?
આ કમનસીબ શ્વાનનું નામ 'ચુટૌ' હતું, જે ચીનના જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર 'ગુઓ' નો વફાદાર સાથી હતો. ચુટૌ પોતાના માલિક સાથે આખા ચીનમાં પ્રવાસ કરતો હતો અને તેના વીડિયો લોકોને ખૂબ ગમતા હતા.લાપતા થયો,૧૧ મે ના રોજ જ્યારે આ ઇન્ફ્લુએન્સર વિદેશ પ્રવાસે ગયો હતો, ત્યારે ચુટૌ તેના માતા-પિતા પાસે હતો અને ત્યાંથી તે અચાનક ગુમ થઈ ગયો હતો.
૧૦,૦૦0 યુઆનનું ઈનામ
માલિકે પરત ફરીને ચુટૌને શોધવા માટે ૧૦,૦૦૦ ચીની યુઆન (ઇનામ) ની જાહેરાત પણ કરી હતી.
રૂ. ૨,૦૦૦ માં વેચાયો:- સીસીટીવી ફૂટેજથી ખુલાસો
જ્યારે સ્થાનિક પોલીસે મામલાની ગંભીરતા જોઈને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે બે શંકાસ્પદ પુરુષો ચુટૌને પકડીને લઈ જતા જોવા મળ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં ચોરોએ જે કબૂલાત કરી તે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ
૧. ચોરોની દલીલ:- ચોરોએ દાવો કર્યો કે તેમને ખબર નહોતી કે આ કુતરો આટલો મોટો સેલિબ્રિટી છે, તેમને લાગ્યું કે તે કોઈ 'આવારા' (રખડતો) શ્વાન છે, તેથી તેઓ તેને લલચાવીને સાથે લઈ ગયા હતા.
૨. માત્ર ૧૮૦ યુઆનમાં સોદો:- ચોરોએ આ કિંમતી શ્વાનને એક લોકલ કૂતરાના વેપારીને માત્ર ૧૮૦ યુઆન (આશરે રૂ. ૨,૦૫૦) માં કીલોના ભાવે વેચી દીધો હતો
૩. રેસ્ટોરન્ટમાં કરૂણ અંત:- એ વેપારીએ આગળ જઈને ચુટૌને એક માંસાહારી રેસ્ટોરન્ટમાં વેચ્યો, જ્યાં તેને નિર્દયાપૂર્વક મારીને તેનું શાક (મીટ) બનાવી ગ્રાહકોની થાળીમાં પીરસી દેવામાં આવ્યું.
ચીનમાં વ્યાપક વિરોધ અને કાયદાની લાચારી
ચુટૌના ગળામાં એક ડિજિટલ ટ્રેકર લગાડેલું હતું, પરંતુ કમનસીબે તે જ દિવસે તેની બેટરી ખતમ થઈ ગઈ હોવાથી તેનું લોકેશન મળી શક્યું ન હતું. આ ઘટના વાયરલ થતાં જ ચીનના સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને કડક સજાની માંગ ઉઠી છે.
કાયદાની મર્યાદા:- માલિક ગુઓએ ચોરો અને રેસ્ટોરન્ટના માલિક સામે કેસ દાખલ કર્યો છે. પરંતુ ચીનના નાગરિક કાયદા મુજબ, પાલતુ પ્રાણીઓને વ્યક્તિની માત્ર એક 'ખાનગી મિલકત' (પ્રોપર્ટી) ગણવામાં આવે છે અને તેમની સુરક્ષા માટે ત્યાં કોઈ કડક રાષ્ટ્રીય કાયદો નથી. આથી ગુનેગારોને કોઈ મોટી સજા થાય તેવી શક્યતા બહુ ઓછી હોવાથી પ્રાણીપ્રેમીઓમાં ભારે આક્રોશ છે.