BREAKING NEWS

ભારેથી અતિભારે વરસાદની આગાહી...બંગાળની ખાડીમાં સર્જાયું ડીપ ડીપ્રેશન, માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

  • January 08, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે દિવસ પહેલા બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં સર્જાયેલું લો પ્રેશર આજે સવારે 5:30 વાગે આ એરિયામાં જ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને તે પ્રતિ કલાકના 15 કીલોમીટરની ઝડપે વેસ્ટ નોર્થ વેસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં હિન્દ મહાસાગરને સંલગ્ન એરિયામાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે તમિલનાડુ કેરલા લક્ષદ્વીપ અને નિકોબારમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


હવામાન વિભાગ દ્વારા આ સંદર્ભે ખાસ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં જણાવયા મુજબ બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે આવતીકાલથી 11 તારીખ સુધી તમિલનાડુ કેરલા લક્ષદ્વીપ નિકોબારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દરિયો તોફાની હોવાના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. પ્રતિ કલાકના 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 70 કીલોમીટર સુધી પહોંચી જશે.


આજે સવારના 8:30 વાગ્યાના બુલેટિનમાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે આ સિસ્ટમ અત્યારે પુડીચેરીના કરાઈકાલથી 860 કિલોમીટર અને તામિલનાડુના ચેન્નાઈથી 1020 કિલોમીટર દૂર છે. શ્રીલંકાના દરિયાથી તે નજીક છે અને કાલે સાંજે તે શ્રીલંકાના હબનટોટા અને કાલમુનાઈ વચ્ચે ત્રાટકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application