ગણેશ ઉત્સવમાં માટીની મૂર્તિની ઐંચાઈ બેઠક સહિત ૯ ફૂટથી વધુ પર પ્રતિબંધ
ગણેશ ઉત્સવમાં માટીની મૂર્તિની ઐંચાઈ બેઠક સહિત ૯ ફૂટથી વધુ પર પ્રતિબંધ
August 04, 2026 11:44 AM
ગણેશ ઉત્સવ ૨૦૨૬નું આગામી સમયમાં આગમન થઈ રહ્યું છે ત્યારે તેમાં માટીની મૂર્તિની ઐંચાઈ બેઠક સહિત ૯ ફટથી વધુ રાખવા પર પ્રતિબંધિત કરાયો છે તેમજ ગણેશ પંડાલમાં સીસીટીવી અને ફાયર એકિંસટગ્યુસર ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લ ામાં આગામી ગણેશોત્સવ અને ગણેશ મૂર્તિ વિસર્જનને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લ ા મેજિસ્ટ્રેટ જે. એમ. બારોટે જાહેરનામું બહાર પાડું છે. આ જાહેરનામું ૩૦ ઓગસ્ટ ૨૦૨૬થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લ ાના વિસ્તારમાં અમલમાં રહેશે. જાહેરનામા મુજબ પર્યાવરણનું સંરક્ષણ, જળાશયોનું પ્રદૂષણ અટકાવવું અને કાયદો–વ્યવસ્થા જાળવવાના હેતુથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.)ની ગણેશ મૂર્તિઓ બનાવવી, વેચવી કે સ્થાપિત કરવી પ્રતિબંધિત રહેશે. ઉપરાંત નવ ફટથી વધુ ઐંચાઈની માટીની મૂર્તિઓનું નિર્માણ, વેચાણ, સ્થાપન અથવા જાહેર માર્ગેા પર પરિવહન પણ મનાઈ હેઠળ રહેશે. મૂર્તિ વિસર્જન માટે માત્ર સત્તાવાર રીતે નિર્ધારિત સ્થળોનો જ ઉપયોગ કરવાનો રહેશે. નદી, તળાવ, ડેમ કે અન્ય જળાશયોમાં અનધિકૃત સ્થળે વિસર્જન કરવા પર પ્રતિબધં રહેશે. મૂર્તિઓના રંગોમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા કેમિકલયુકત રંગોનો ઉપયોગ પણ મનાઈ હેઠળ રહેશે. ધાર્મિક લાગણી દુભાય તેવા ચિ઼ો અથવા નિશાનવાળી મૂર્તિઓ બનાવવી કે વેચવી નહીં. જાહેરનામા અનુસાર ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા અને ફાયર એકિંસટગ્યુશરની વ્યવસ્થા ફરજિયાત રાખવામાં આવી છે. મંજૂર મર્યાદાથી વધુ અવાજે લાઉડસ્પીકર વગાડવા તેમજ અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ગીતો કે સૂત્રો પ્રસારિત કરવા પર પણ પ્રતિબધં રહેશે. આ જાહેરનામાનો ભગં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લ ા તંત્રએ તમામ જાહેર ગણેશોત્સવ આયોજકો અને નાગરિકોને જાહેરનામાનું પાલન કરી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી ગણેશોત્સવ ઉજવવા અપીલ કરી છે