હિમાલયમાં ઝડપથી પીગળતી હિમનદીઓ અને પાણીની અછત ભારત માટે મોટી ચિંતાનો વિષય બની ગઈ છે. અહેવાલો અનુસાર, ગંગા અને યમુના જેવી મુખ્ય નદીઓને પાણી આપતા આશરે ૨૦૦ હિમનદી તળાવો 'ઉચ્ચ જોખમ' ક્ષેત્રમાં આવી ગયા છે. આબોહવા પરિવર્તનને કારણે, હિમાલયની હિમનદીઓ છેલ્લા દાયકા કરતાં ૬૫% વધુ ઝડપથી પીગળી રહી છે. આનાથી માત્ર પર્વતોમાં વિનાશક પૂરનું જોખમ વધ્યું નથી, પરંતુ ભવિષ્યમાં મેદાનોમાં નદીના પાણી સુકાઈ જવાનો ગંભીર પડકાર પણ ઉભો થયો છે.આ જળ સંકટ ફકત પર્યાવરણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના અર્થતત્રં માટે પણ મોટો ફટકો છે. હિમાલયની નદીઓનું પાણી ભારતના અર્થતત્રં () ના આશરે ૨૦% ભાગને ટેકો આપે છે. આનો અર્થ એ છે કે ૮૩૦ બિલિયન ડોલર એટલે કે આશરે ૮૦ લાખ કરોડની અર્થવ્યવસ્થા જોખમમાં છે. ઉત્તર ભારતમાં, કૃષિ (ઘઉં અને ચોખાની ખેતી), ચાના બગીચા, જળવિધુત પ્રોજેકટસ (વીજળી ઉત્પાદન) અને ધાર્મિક પર્યટન સીધા આ નદીઓ પર આધારિત છે. જો હિમાલયમાં પાણીનું સંતુલન ખોરવાય છે, તો તે દેશમાં ખાધ સુરક્ષાને અસર કરશે, વીજળી ઉત્પાદન ઘટાડશે અને ઉધોગો અને લાખો લોકોની આજીવિકાને જોખમમાં મૂકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application