BREAKING NEWS

રાજકોટના ઉમરાળીમાં ફિલ્મી ડ્રામા: પતિ ઘરે આવતા પત્ની પિતરાઈ સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, પતિને રૂમમાં પુરી બંને ફરાર!

  • August 14, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઉમરાળીમાં ફિલ્મી સીન જેવો અટપટો બનાવ સામે આવ્યો છે, પતિ ઘરે આવતા પત્નીને પિતરાઈ સાથે બિભિત્સ હાલતમાં જોઈ જતા પતિએ પીતો ગુમાવ્યો હતો અને બંને સાથે બોલાચાલી કરતા પિતરાઈએ યુવકને ધક્કો મારી પછાડી દઈ રૂમમાં બંધ કરી દીધો હતો અને બંનેએ કપડા પહેરી લીધા હતા. અને પિતરાઈ બાઈક લઈને તૈયાર ઉભો હતો ત્યારે પત્નીએ રૂમનો આગરીયો ખોલી પિતરાઇની બાઇકમાં બેસી જતા બંને નાશી ગયા હતા. પકડવા માટે યુવકે પીછો કરતા બાઈક ખુંપી ગયું હતું આથી ઘરે પરત આવતા પિતરાઈના પરિવારજનો ઘર પાસે હોય તેને આ વાત કરતા યુવકને ગાળો ભાંડી હતી, ઘરે આવી જોતા ઘરમાંથી સોનાના દાગીના સહિતની વસ્તુઓ પણ જોવા ન મળતા અંતે યુવકે આજીડેમ પોલીસમાં સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ફરિયાદના આધારે પિતરાઈ ભાવેશ વીરાભાઇ પરમાર તેની બહેન દક્ષા તેના માતા કિરણબેન અને તેનો ભાઈ રોહિત સામે ગુનો નોંધ્યો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઉમરાળી ગામે રહેતો યુવક ગઈકાલે બપોરે રિક્ષાનો ફેરો પૂરો કરી ઘરે આવતા ઘરની ડેલી ખખડાવતા પત્ની ડેલી ખોલતી નહતી આથી વંડી ઠેકીની અંદર જતા ફળિયામાં બે વર્ષનો પુત્ર રમતો હતો અને પત્ની રૂમમાં પિતરાઈ ભાવેશ સાથે બિભિત્સ હાલતમાં જોવા મળતા બંને હાંફળા ફાંફળા થઇ ગયા હતા અને ભાવેશ કહેવા લાગ્યો હતો કે, આ વાત કોઈને કરતો નહીં હું ગામ છોડીને ચાલ્યો જઈશ, દરમ્યાન યુવકે તેના પિતાને અને સાળાને ફોન કરતા ભાવેશે ફોન ઝૂંટવી ધક્કો મારી દીધો હતો આથી યુવક પટકાતા ઇજા થઇ હતી, દરમિયાન પત્ની અને ભાવેશે કપડા પહેરી લીધા હતા હતા. અને રૂમનો દરવાજો ઉપરથી બંધ કરી યુવકને પુરી દીધો હતો. યુવકે બારીએથી બુમાબુમ કરતા પડોશીઓ આવી ગયા હતા દરમિયાન ભાવેશ બાઈક લઈને ઉભો હતો અને યુવક્ની પત્નીને બેસી જવાનું કહેતા તેણીએ રૂમનો આગરીયો ખોલી ઝડપથી ભાવેશની બાઇકમાં બેસી બંને નાશી ગયા હતા. યુવક પાછળ દોડ્યો હતો પરંતુ ન પકડાતા પડોશી બાઈક લઈને ઉભા હોય તેનું બાઈક લઈને પીછો કર્યો હતો. ત્યાં રસ્તામાં પેટ્રોલ ખુટી જતા ઘરે પરત આવી ગયો હતો.


દરમિયાન હલેન્ડા -ઉમરાળી વચ્ચે યુવકના મોટા બાપુ તેને ભેગા થઇ જતા બનાવની વાત કરી હતી અને તેની મદદથી ઘરે પરત આવતા ભાવેશની બહેન દક્ષા, માતા કિરણબેન તથા તેનો ભાઇ રોહીત યુવકને ગાળો આપવા લાગ્યા હતા અને યુવકે ઘરે જઈને જોતા સોનાની હાંસડી, બુટી, ચેઇન તથા અન્ય નાની મોટી વસ્તુઓ તથા રોકડ મળી ન મળી આવતા પત્ની લઇ ગયાનું લાગતા બનાવ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application