અમરેલીના લીલાનગરમાં પત્નીએ પતિને વરસડા ગામે આવેલા માતાજીના પાઠમાં જવાનું કહેતા પતિએ ના પાડી ત્યાં તારા સાંઢ હોય મારે છે કહી ઝગડો કર્યો હતો અને માથામાં રમકડાંનું લોખંડનું ટ્રેકટર મારી દેતા પત્નીને માથામાં છ ટાકા આવ્યા હતા, પતિએ ધમકી પણ આપી હતી કે, પોલીસમાં ફરિયાદ કરી તો હું દવા પી ને મરી જઈશ, જે બાદ પત્નીને વધુ દુઃખાવો થતા પતિ સામે અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે લીલાનગરમાં રહેતી મીનાબેન મહેશભાઈ સરીખડા (ઉ.વ.29)ની પરિણીતા ઘરે હતી ત્યારે તેમના પિતાનો વરસડા ગામે મઢ આવેલો હોય ત્યાં તેના પિતાએ પાઠ રાખ્યો હતો આ પાઠમાં જવા માટે પતિ મહેશભાઈને હાલો તૈયાર થઈ જાવ આપણે વરસડા જાવું છે કહેતા, પતિ ઉશ્કેરાઈ જઈ તારા ત્યાં સાંઢ હોય ત્યાં નથી જવું કહી ઝગડો કર્યો હતો અને ગાળો આપી ફળિયામાં રમકદનુ ટ્રેકટર પડ્યું હતું તે માથામાં પાછળ મારી દેતા તેણીએ લોહી નીકળવા લાગ્યું હતું. દેકારો કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને પતિ જ હોસ્પિટલમાં લઇ જતા ત્યાં છ ટાકા આવ્યા હતા, તબીબે શું થયું પૂછતાં પતિએ પત્નીને કહ્યું હતું કે જો મારુ નામ લખાવીશ કે ફરિયાદ કરીશ તો હું દવા પી ને મરી જઈશ આથી એ સમયે મહિલાએ પોતે પડી ગયાનું જણાવ્યું હતું, બીજા દિવસે પતિ છોડીને જતો રહેતા મહિલાને દુખાવો થયો હતો અને અંતે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ મહેશસામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application