BREAKING NEWS

ઉંઘમાં જ પતિએ માથામાં ઘણ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી, મોરબીના રફાળિયા ગામ પાસે પેપર મિલમાં રાત્રીના ઘટના બની

  • August 17, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના રફાળીયા ગામ પાસ આવેલી પેપર મીલમા મજૂરી કરતા અને સંતાનો સાથે રહેતા મુળ મધ્યપ્રદેશના મહિલાના તેના પતિએ રાત્રીના નીદ્રાધીન અવસ્થામાં ઘણના ઘા માથામા ફટકારી હત્યા કરી નાખી હતી.


જામનગર પંથકમા ભાઈ સાથે વાડામાં રહેતા મુળ એમપીનો શખસ બે દિવસથી પત્ની સંતાનો જયાં રહે છે. ત્યા રફાળા આવ્યો હતો અને દા પી પત્ની સાથે ઝઘડા કરતો હતો. ગત રાત્રીના પણ ઝઘડો થયો હતો. બાદમાં માહેલા અને તેના દિકરા ઉંઘી ગયા ત્યાર તેણે નીદ્રાધીન હાલતમાં રહેતી પત્નીને માથામા ઘણ ફટકારી દીધા હતો. દેકારો મચી જતા તે ભાગ્યો ગયો હતો. મહિલાને ગંભીર હાલતમા રાજકોટ ખસડાઈ હતા. પરંતુ અહિં ટુંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મોરબીના રફાળીયા ગામ નજીક આધશકિત પેપર મીલ નામના કારખાનામાં રહી મજૂરી કરતા શાતાબેન ભુરાભાઇ કટારા (ઉ.વ.૪૫)ને રાત માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેના પુત્ર વિનોદભાઇ સહિતના લાવ્યા હતાં.અહીં ટૂંકી સારવાર બાદ તેણીનુ માત થયુ હતુ. પલીસ ચોકીના સ્ટાફના પ્રથમિક પુછતાછમાં દિકરા વિનોદભાઇઅ કહ્યું હતુ કે, રાતના કારખાનામાં કોલસાના ચક્કામા કામ કરતી વખતે તેના માતાને ચક્કામાથી પથ્થર ઉડીને લાગી જતા તેને ઇજા થઇ હતી.
બનાવને લઇ સવારે મૃતકના પુત્રીએ આ ઘટના પથ્થરથી ઇજાની નહીં પણ હત્યાની છે. તેણીએ કહ્યું હતું કે, તેના માતા શાંતાબેનને પિતા ભુરાભાઇ બુધીયાભાઇએ ઘણનો ઘા મારી દીધો હતો. આ પછી પુત્ર વિનોદભાઇને સાચી ઘટનાની જાણ થઇ હતી. તેણે કહ્યું હતું કે, અમે ત્રણ બહેનો અને બે ભાઇ છીએ. મારા પિતા ભુરાભાઇ કટારા હાલ જામનગર પાસે તેના મોટા ભાઇ સાથે વાડીમાં રહી મજૂરી કરતાં હતાં. હત્પં અને મારા ભાઇ–બહેનો, માતા શાંતાબેન રફાળીયા કારખાનામં રહી મજૂરી કરતાં હતાં.


રાતે મારા માતા, બહેન કારખાને જ સુઇ જતાં હતાં અને અમે નજીકમાં મે સુવા જતાં હતાં. બે દિવસથી મારા પિતા ભુરાભાઇ જામનગરથી રફાળીયા આવ્યા હતાં અને તેને દા પીવાની આદત હોઇ પીને મારા માતા શાંતાબેન સાથે સતત ઝઘડા કરતાં હતાં. રાતે પણ તેણે ઝઘડો કર્યેા હતો. એ પછી મારા માતા, બહેન સુઇ ગયા ત્યારે રાતે બારેક વાગ્યે ભરનીદ્રામાં જ તેણે મારા માતાને ઘણનો ઘા મારી દીધો હતો અને ભાગી ગયેલ. સારવાર દરમિયાન મારા માતાનું રાજકોટમાં મૃત્યુ થયું છે. તેમ વધુમાં વિનોદભાઇ કટારાએ કહ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ખરેખર શું બન્યું? તેની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News