IIT કેમ્પસમાં છ મહિનામાં આ ત્રીજો આત્મહત્યાનો કેસ છે.એવા અહેવાલો બહાર આવ્યા છે કે વિધાર્થી પરીક્ષા દરમિયાન ચેટજીપીટીનો ઉપયોગ કરતા પકડાયો હતો. તે તે જ સાંજે તેના હોસ્ટેલ મમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.વિધાર્થીની આત્મહત્યા બાદ, વિધાર્થીઓ કેમ્પસમાં વિરોધ કરી રહ્યા છે અને સંસ્થા વહીવટીતત્રં પાસેથી જવાબદારીની માંગ કરી રહ્યા છે. આઈઆઈટી બોમ્બેએ વિધાર્થીની આત્મહત્યા અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તે વિધાર્થીના મૃત્યુથી ખૂબ જ દુ:ખી છે. આઈઆઈટી બોમ્બેએ ઉમેયુ હતું કે, સંસ્થા વિધાર્થીના મિત્રો, સહપાઠીઓ, ફેકલ્ટી સભ્યો અને આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને સહાય પૂરી પાડી રહી છે. સંબંધિત અધિકારીઓ મૃત્યુના કારણની તપાસ કરી રહ્યા છે.વિધાર્થીઓ અને વહીવટીતત્રં વચ્ચેની ચર્ચા દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે કેમ્પસમાં ભારે સુરક્ષા ગોઠવી હતી. સંસ્થાએ જણાવ્યું હતું કે ઉર્જા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વિભાગના વિધાર્થીએ પરીક્ષા દરમિયાન એઆઈ પર પ્રશ્નપત્ર અપલોડ કયુ હતું જેથી તે જવાબો મેળવી શકે.અધિકારીઓએ જણાવ્યું હતું કે વિધાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી. પ્રશિક્ષક અને વિભાગના વડાએ પણ આ બાબતે વિધાર્થી સાથે વાત કરી હતી. તેઓએ તેનું કાઉન્સેલિંગ કયુ અને ખાતરી આપી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.વિભાગના વડા સાથે વાત કર્યા પછી, વિધાર્થી તેના હોસ્ટેલ મમાં ગયો અને તે સાંજે તેના મમાં મૃત હાલતમાં મળી આવ્યો