ફીલ્મ ઉધોગમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ફિલ્મોની જાહેરાત ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ સમય જતાં, તે સ્થગિત થઈ જાય છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ નાગિન સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જેની જાહેરાત છ વર્ષ પહેલા કરવામાં આવી હતી.પરંતુ હવે નિર્માતાઓએ સ્પષ્ટ્રતા કરી છે કે નાગિન ફિલ્મ સ્થગિત કરવામાં આવી નથી અને હજુ પણ તેના પર કામ ચાલી રહ્યું છે. નાગિન ફિલ્મ વિશેના અહેવાલો છેલ્લા કેટલાક વર્ષેાથી હેડલાઇન્સમાં છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરને આ ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી છે, જેમાં તે ઇચ્છા પૂર્ણ કરનાર નાગિનની ભૂમિકા ભજવશે. જોકે, શૂટિંગ હજુ શરૂ થયું નથી.
ફિલ્મ સ્થગિત થવાની અટકળો હતી, પરંતુ હવે ફિલ્મ માટે આશાનું કિરણ છે. નિર્માતા નિખિલ દ્રિવેદીએ કહ્યું, ''મને ખબર છે કે મેં ઘણી વાર કહ્યું છે કે ફિલ્મ બનશે, પરંતુ હવે અમે નિર્માણ શરૂ કરવાની ખૂબ નજીક છીએ.જો કે શ્રદ્ધાએ કહ્યું કે પડદા પર નાગિનની ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હત્પં શ્રીદેવીની નગીના અને નિગાહે જોઈને, પ્રશંસા કરીને અને આદર્શ માનીને મોટો થઈ છું અને હંમેશા ભારતીય પરંપરાગત લોક કથાઓમાં મૂળ ધરાવતી સમાન ભૂમિકા ભજવવા માંગતી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે. શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. અભિનેતા કાર્તિક આર્યન પણ ફિલ્મ નાગિન સાથે સાપની દુનિયામાં પ્રવેશ કરશે. નિખિલ દ્રિવેદીએ ખુલાસો કર્યેા કે નાગિન નાગિનથી તદ્દન અલગ હશે. આમ, શ્રદ્ધા કપૂરની નાગિન પાછી ટ્રેક પર આવી રહી હોય તેવું લાગે છે. હોરર કોમેડી ફિલ્મ ી ૨ ની સફળતા પછી શ્રદ્ધા કપૂર મોટા પડદાથી દૂર છે. નાગિન પહેલા, શ્રદ્ધાની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ ઈથા સિનેમાઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application