BREAKING NEWS

ઘરોમાં પડેલું ૧૦ ટકા સોનું પણ બજારમાં આવે તો દેશના ૪૦૦ અબજ ડોલર બચશે

  • August 20, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ઘરોમાં લાંબા સમયથી નિષ્ક્રિય પડેલા સોનાને દેશના અર્થતંત્રમાં પાછું લાવવા માટે કેન્દ્ર સરકાર એક નવી અને આકર્ષક યોજના પર કામ કરી રહી છે. સરકાર 'ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ'ને નવા સ્વપમાં લાગુ કરવાની તૈયારીમાં છે. આ નવી વ્યવસ્થા હેઠળ સ્થાનિક વેલર્સને સોનું જમા લેવાની પ્રક્રિયામાં સીધા સામેલ કરવામાં આવશે. સરકાર અને વેલર્સ વચ્ચે આ પ્રસ્તાવ અંગે ઝડપથી વિચારણા ચાલી રહી છે, જેથી લોકોને પોતાના ઘર નજીક સોનું જમા કરાવવાની સુવિધા મળી શકે.જો દેશના ઘરોમાં રહેલા સોનામાંથી માત્ર દસ ટકા સોનું પણ મોનેટાઇઝ (બજારમાં વહેતું) થઈ જાય, તો તેનું મૂલ્ય ૪૦૦ અબજ ડોલર થાય. આનાથી ભારત સરકારને સોનાની આયાત પાછળ ખર્ચાતા અબજો ડોલરના વિદેશી નાણાં બચાવવામાં મોટી મદદ મળશે.
નવી પ્રસ્તાવિત યોજના હેઠળ વેલર્સ એકત્રીકરણ અને સંગ્રહ કેન્દ્ર તરીકે કામ કરશે, જેઓ ઘરોમાંથી સોનું એકત્ર કરીને અધિકૃત રિફાઇનરીઓ અને બેંકો સુધી પહોંચાડશે. આ સેવા બદલ વેલર્સને શુલ્ક (કમિશન) ઉપરાંત જૂના સોનાના કુલ મૂલ્ય પર ૦.૭૫ ટકા થી એક ટકા સુધીનું ઇન્સેન્ટિવ (પ્રોત્સાહન) મળી શકે છે. આનાથી વેલર્સને આયાતી બુલિયનના બદલે સ્થાનિક સ્તરે જ ઓછી પડતરનું કચુંબર (કાચો માલ) મળશે. બીજી તરફ, સોનું જમા કરાવનાર ગ્રાહકોને તેમના સોનાના મૂલ્ય પર વાર્ષિક આશરે અઢી ટકા સુધીનું વ્યાજ મળવાની શકયતા છે.વિવિધ એજન્સીઓના અનુમાન મુજબ ભારતીય પરિવારો પાસે આશરે ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ટન સોનું પડું છે, જે દેશની કુલ જીડીપીના લગભગ ૧૨૫ ટકા જેટલું મૂલ્ય ધરાવે છે.આ યોજનાથી ઘરમાં નિષ્ક્રિય પડેલા સોના પર વાર્ષિક વ્યાજની કમાણી થાય છે તેમજ માત્ર દસ ગ્રામ સોનું જમા કરીને પણ રોકાણની શઆત કરી શકાય છે. જો રોકાણકાર દર વર્ષે વ્યાજ લે છે તો તેને સાધારણ વ્યાજ મળે છે, અને જો મેચ્યોરિટી પર લે તો ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવામાં આવે છે. હાલમાં એક થી ત્રણ વર્ષની શોર્ટ–ટર્મ ડિપોઝિટ ઉપલબ્ધ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application