વિશ્વ હવામાન સંસ્થા દ્રારા હાલમાં જ જારી કરવામાં આવેલા 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સિસ' ના નવા રિપોર્ટમાં ભારતને લઈને એક ખૂબ જ ચિંતાજનક ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે, જેના કારણે દેશનું એકંદર જળ સંતુલન ગંભીર રીતે જોખમમાં મુકાયું છે. યુનાઇટેડ નેશન્સે આ સ્થિતિને ભવિષ્યની મોટી કટોકટી ગણાવીને તાત્કાલિક અસરથી નક્કર પગલાં ભરવાની ચેતવણી આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ખાસ કરીને ઉત્તર અને ઉત્તર–પશ્ચિમ વિસ્તારોમાં (જેમ કે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ) જમીનમાંથી પાણીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પરંપરાગત ખેતી પદ્ધતિઓ અને ઘઉં–ચોખા જેવા વધુ પાણી માગતા પાકોના અતિશય વાવેતરને કારણે ટુબવેલ અને બોરવેલ દ્રારા જરિયાત કરતા ઘણું વધારે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. સામે પક્ષે, ગ્લોબલ વોમિગ, અનિયમિત વરસાદ અને શહેરીકરણના કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની પ્રક્રિયા મદં પડી ગઈ છે. પરિણામે, 'ઉપયોગ વધુ અને રિચાર્જ ઓછું' થવાની સ્થિતિ સર્જાઈ છે.ઉકેલ અને ભવિષ્યની રણનીતિ આ વૈશ્વિક અને રાષ્ટ્ર્રીય સંકટનો સામનો કરવા માટે નિષ્ણાતો દ્રારા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે.
૧.વરસાદી પાણીનો સંગ્રહ: દરેક સ્તરે 'રેઈન વોટર હાર્વેસ્ટિંગ' સિસ્ટમને ફરજિયાત બનાવવી જોઈએ જેથી ચોમાસાનું પાણી જમીનમાં પાછું ઉતરી શકે.
૨.આધુનિક સિંચાઈ પદ્ધતિ: ખેડૂતોએ લડ ઇરિગેશનને બદલે ડિ્રપ ઇરિગેશન (ટપક સિંચાઈ) કે સ્પ્રિંકલર પદ્ધતિ અપનાવવી જોઈએ.
૩.પાક વૈવિધ્યીકરણ: વધુ પાણી માગતા પાકોને બદલે ઓછા પાણીથી થતા બાજરી, મકાઈ અને કઠોળ જેવા પાકોનું વાવેતર વધારવું અનિવાર્ય છે.સમયસર નહીં ચેતીએ તો આવનારી પેઢી માટે જળ સંકટ સૌથી મોટો પડકાર બનશે, અને તેથી જ સરકાર, ખેડૂતો અને નાગરિકો ત્રણેયે સામૂહિક રીતે જળ સંરક્ષણની દિશામાં ગંભીરતાથી આગળ વધવું પડશે