શહેરના વાઘાવાડી રોડ પર ઈવા સુરભીમાં ચાલતી અનૈતિક પ્રવૃતિ
પોલીસે સ્પાની આડમાં ધમધમતા લોહીના વેપારનો પર્દાફાસ કરી ત્રણ સેન્ટરોમાંથી મહિલા સંચાલિકા સહિત આઠને ઝડપી લીધા : રૂપિયા ૩૦૦૦થી૩૫૦૦ વસુલાતા હતા, ડમી ગ્રાહક મોકલાયો અને ભાંડો ફૂટી ગયો
આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
શહેરના વાઘાવાડી રોડ પર સ્પ સેન્ટરોના નામે ચાલતા લોહીના વેપાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસ.પી.ને બાતમી મળતા જ ત્રણ સેન્ટરો પર દરોડા પાડવામાં આવતા લોહીનો વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં મહિલા સંચાલિકા, મેનેજર મળીને કુલ ૮ શખસોની અટકાત કરવામાં આવી હતી. બાકીના બહારથી બોલાવેલી મહિલાઓ સહિતના ગ્રાહકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, એક સેન્ટરમાં પોલીસની રહેમ નજર હોવાનો આક્ષેપ થતા એસપીએ ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.
શહેરના વાઘાવાડી રોડ પર ઈવાસુરભી કોમ્પલેક્ષમાં ચોથા માળે આકોનિક નામના સ્પા સેન્ટરમાં નિલમબાગ પોલીસની ટીમે રેડ કરી હતી, તેવી જ રીતે પ્રથમ માળે આવેલા ઓશ્યન સ્પા સેન્ટર પર ઓન્ટી હ્યુમન ટ્રાફિક કિંગ યુનિટ )ની ટીમે રેડ કરી હતી, જ્યારે આ જ કોમ્પ્લેક્ષમાં આવેલા અવેદા સ્પા સેન્ટરમાં ઘોઘારોડ પોલીસની ટીમ ત્રાટકી હતી. જેમાં વિદેશી મહિલાઓને લાવીને લોહીનો વેપાર કરવામાં આવતો હોવાનુ ખુલ્યુ હતુ. ગ્રાહક બનીને આવેલા શખસોને તેમજ બહારથી બોલાવેલી મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.જ્યારે દેહના વેપારમાં સામેલ સ્પા સેન્ટરોના સંચાલકો અને મેનેજરોની અટકાત કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેકટર મહેશ સી. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, એક જ બિલ્ડીંગમાં ત્રણેય સ્પા સેન્ટર ચાલતા હતા. જેમાં બહારથી મહિલાઓ બોલાવીને દેહનો વેપાર થતો હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે ધાર્મિક વીજયભાઈ ભટ્ટી, વિશાલ તુલસીભાઈ સોલંકી, ધવલ મનસુખભાઈ પરમાર, રામ પતાપ ભોલારામ જાટ, પ્રકાશ રામસંગભાઈ ચૌહાણ, અનુ માયારામ ચૌધરી, શાનેરેજા અબ્બાસભાઈ ભોજાણી અને શબાનાબેન ફારૂકભાઈ ચીમની ધરપકડ કરી હતી.
સ્પાના નામે ધીકતા ધંધાને ઝડપી લેવા પોલીસ દ્વારા ડમી ચાહકો બનાવીને મોકલવામાં આવ્યા હતા, જેમાં એક ગ્રાહક પાસેથી રૂપિયા ૩૦૦૦થી લઈને ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માહકોને મુક્ત કરીને સંચાલકો સામે કાનૂની કાયવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application