પોરબંદર નજીકના માધવપુર ગામે વેવાઈ વેવાણ ઉપર દીકરાના સસરા સહિત તેના પરિવારજનોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
માધવપુર ગામે મછીયારાવાડમાં રહેતા જાનીભાઈ ઈસ્માઈલ લુચાણી નામના યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪/ ૩ ના રાત્રે ૧૧:૩૦ વાગ્યે તેઓ તથા તેમના પત્ની સકીનાબેન બંને તેમના દીકરા રજાકના સસરા હનીફ ઉંમર લુચાણીના ઘરે દીકરા રજાકને તેડવા ગયા હતા એ સમયે હનીફ ઉંમરે જાનીભાઈ અને તેની પત્નીને ઘરમાં આવવા દીધા ન હતા અને ભગાડી મૂક્યા હતા આથી તેઓ બંને દરિયા કિનારે ચાલીને ઘરે પરત ફરતા હતા ત્યારે તેના દીકરાના સસરા હનીફ ઉમર લૂચાણી ઉપરાંત તેના પરિવારના સભ્યો
ઉમર જુસબ, અશરફ ઉમર, ભીખુ ઉમર, સાદીક હનીફ, ઇરફાન હનીફ, ઈમ્તિયાઝ હનીફ અને હનીફ ઉમર વગેરે લોખંડના પાઇપ અને છરી લઈને ધસી આવ્યા હતા તથા ફરિયાદી જાનીભાઈ લુચાણી ને માર માર્યો હતો તથા હનીફ ઉમરે જાનીભાઈના પત્ની સકીનાબેન ના માથામાં છરી વડે ઇજા પહોંચાડી હતી આથી આ તમામ સાત ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ માધવપુર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઢેલના મૃતદેહ સાથે મળી આવેલા બંને શખ્શોના જામીન ફગાવાયા: જેલહવાલે થયા
May 03, 2025 03:14 PMસોઢાણાના ખેડુત ગાય આધારિત કૃષિ દ્વારા ધરતી માતાની કરી રહ્યા છે રક્ષા
May 03, 2025 03:13 PMજાડી ચામડીના તંત્રની ચરબી બહાર કાઢો !
May 03, 2025 03:12 PMનવા રસ્તાની શરુ થયેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ
May 03, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech