ભારતે બળજબરીથી મજૂરીથી ઉત્પાદિત માલની આયાત કરવા પર પ્રતિબધં મુકયો
ભારતે બળજબરીથી મજૂરીથી ઉત્પાદિત માલની આયાત કરવા પર પ્રતિબધં મુકયો
July 15, 2026 09:02 AM
અમેરિકા દ્રારા તોતિંગ ટેરીફ લાદવાની ધમકીના પગલે ભારત સરકારે તેની વિદેશ વેપાર નીતિમાં મોટો ફેરફાર કરીને બળજબરીથી મજૂરી કરીને ઉત્પાદિત માલની આયાત પર પ્રતિબધં મૂકયો છે. હવે, બંધાયેલા અથવા બળજબરીથી મજૂરી કરીને ઉત્પાદિત માલ હવે દેશમાં આયાત કરવામાં આવશે નહીં. યુએસ દ્રારા ભારત સહિત અનેક દેશોની સપ્લાય ચેઇન પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે અને વધારાના કર લાદવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, ત્યારે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારે તાત્કાલિક કોઈ ચોક્કસ દેશ અથવા ઉત્પાદન પર પ્રતિબધં મૂકયો નથી. સરકાર હાલમાં નિયમોનું માળખું બનાવી રહી છે અને તપાસ પછી વિવાદિત માલની સૂચિ બહાર પાડશે.વૈદેશિક વેપાર નીતિ ૨૦૨૩ માં સુધારો કરતી વખતે સરકારે એક નવો નિયમ ઉમેર્યેા છે. સોમવારે જારી કરાયેલા એક સૂચના અનુસાર, બળજબરીથી મજૂરી કરીને સંપૂર્ણ અથવા આંશિક રીતે ઉત્પાદિત કોઈપણ માલની આયાત પર પ્રતિબધં રહેશે. આ પગલું ત્યારે આવ્યું છે યારે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (ભારત સહિત ૬૦ દેશો સામે કલમ ૩૦૧ હેઠળ તપાસ કરી રહ્યું છે. અમેરિકાનો આરોપ છે કે આ દેશો બળજબરીથી મજૂરી કરીને બનાવેલી વસ્તુઓની આયાત અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. ૩ જૂને અમેરિકાએ ભારત સહિત ૫૪ દેશો પર ૧૨.૫% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂકયો હતો. સરકારે આ નીતિમાં આંતરરાષ્ટ્ર્રીય શ્રમ સંગઠન (ઈંકઘ) ની ૧૯૩૦ ની વ્યાખ્યા અપનાવી છે.