BREAKING NEWS

ભારતીય દંપતીની દિલેરી: અમેરિકન યુનિ.માં એઆઈ કોલેજ માટે ૧૯૦ કરોડનું દાન દીધું

  • September 10, 2026 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીયોની જોય ઓફ ગીવીંગ ની નીતિ જગજાહેર છે જ. ભારતીય મૂળના એક દંપતીએ યુનિવર્સિટી ઓફ નોર્થ ટેકસાસને ૨૦ મિલિયન ડોલર એટલે કે ૧૯૦ કરોડનું દાન આપ્યું છે. યુનિવર્સિટી તેમના નામે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ અને અધતન વિશ્લેષણો યાં થઈ શકે તેવી એક નવી કોલેજ સ્થાપિત કરશે. આવનારી પેઢી એઆઈ ક્ષેત્રે કાઠું કાઢે અને ઉત્તરોત્તર આગળ વધે તે માટે આ દંપતીએ મોટી રકમ દાનમાં આપી છે.યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે અનુરાધા અને વિકાસ સિંહા કોલેજ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ એડવાન્સ્ડ એનાલિટિકસ એક શૈક્ષણિક કેન્દ્ર હશે, જે કૃત્રિમ બુદ્ધિ, બુદ્ધિશાળી સિસ્ટમ્સ અને ડેટા એનાલિટિકસના વિકાસ, એપ્લિકેશન અને જવાબદાર ઉપયોગ પર કેન્દ્રિત હશે.
આ દાન છ કાયમી ભંડોળ (એન્ડોમેન્ટસ) બનાવશે જે કોલેજ નેતૃત્વ, વિધાર્થી શિષ્યવૃત્તિ, પ્રોફેસરશીપ, ઉધોગસાહસિકતા અને ઇન્કયુબેશન, અધતન સંશોધન અને ઉભરતી તકનીકોને ટેકો આપશે.વિકાસ સિંહાએ કહ્યું, અનુ અને હત્પં આને એક રોકાણ તરીકે જોઈએ છીએ જે વિધાર્થીઓને આવનારા વર્ષેામાં નવી વસ્તુઓની કલ્પના કરવા અને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે.તેમણે ઉમેયુ કે કોલેજ ફકત વિધાર્થીઓને એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે નહીં. તે તેમને એઆઈ મોડેલ કેમ બનાવવા, સમજવા, પ્રશ્નો પૂછવા, સંચાલન કરવા અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે તૈયાર કરશે – બુદ્ધિશાળી સિસ્ટમ્સના નિર્માતાઓ અને તેનું સંચાલન કરનારા લોકો બંને.ભારતથી યુનાઇટેડ સ્ટેટસ ગયા પછી, સિંહા પરિવારે લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી મેળવી. વિકાસ સિંહાએ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યેા અને ૨૦૨૩માં યુએનટીમાંથી માહિતી વિજ્ઞાનમાં પીએચડીની પદવી મેળવી. તેઓ બ્રોડકોમ ખાતે મેઇનફ્રેમ સોટવેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે અને ૨૦૨૩ થી યુએનટી કોલેજ ઓફ ઇન્ફર્મેશન લીડરશીપ બોર્ડમાં સેવા આપી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application