રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં પીએમ મોદીએ વાયબ્રન્ટ રિજનલ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું. બાદમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જેમાં જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઇન્ડિયાના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાત સાબિત થયું છે. આજની ઇવેન્ટ માત્ર કોન્ફોરન્સ નથી, આ વિકસિત ભારત 2047નું સપનું સાકર કરવા માટેની ઇવેન્ટ છે.
જ્યોતિ CNC 5 વર્ષમાં 10,000 કરોડનું રોકાણ કરશે
વધુમાં જણાવ્યું કે અમારું મિશન ક્લિયર છે. મેન્યુફેક્ચર માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. આજની તારીખમાં ગ્લોબલ એન્વાર્યમેન્ટમાં ઇન્ડિયા સ્ટેબલ અને સ્થિર સ્થિતિમાં છે. આવતા 5 વર્ષમાં 10,000 કરોડનું રોકાણ જ્યોતિ CNC કરશે.
‘એરોસ્પેસ-ડિફેન્સ સેક્ટરને મશીનરી પુરી પાડવા જ્યોતિ CNC તત્પર’
એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને પણ મશીનરી પુરી પાડવા માટે જ્યોતિ CNC તત્પર છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણી પણ જવાબદારી છે. બધા સાથે મળીને આ મુહિમ આગળ વધારીશું.