જામનગર શહેરમાં રાજયમંત્રી, મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ વિવિધ મંદિરોમાં ગુરૂવંદના કરી
જામનગરમાં આજે ગુરૂપુર્ણીમાના પવિત્ર દિવસે રાજયમંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે. મેયર રાકેશ ડેર, સ્ટે. ચેરમેન ધિરેન મોનાણી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના પદાધિકારીઓએ આજે આણંદાબાવા આશ્રમ, મોટી હવેલી અને ખીજડા મંદિર ખાતે ગુરૂવંદના કરી હતી, કડીયાવાડ પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરે પણ લોકોએ ગુરૂની પુજા કરી હતી. જામનગર સહિત સમગ્ર હાલારમાં આજે ગુરૂપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આણદાબાવા સેવા સંસ્થાના પૂ. દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મહંત કૃષ્મણીજી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી, સ્વામીનારાયણ સંપ્રદાયના ચર્તુભુજદાસજી, ધર્મનિધિ સ્વામી સહિતના ગુરૂઓનું પૂજન કરવામાં આવ્યું હતું.