તિરુપતિ સોસાયટીમાંં મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

  • June 16, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવાઇ રહ્યયું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો પાડી જુગાર રમી રહેલા ૯ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧,૨૮,૨૦૦ ની માલમતા કબજે કરી છે.


જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ભરતભાઇ અને કિશોરભાઇને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં તિરૂપતિ સોસાયટી શેરી નંબર -૨ માં રહેતી અલ્પાબેન અશ્વિનભાઈ ગોહેલ નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવાઈ રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન મકાન માલિક મહિલા સહિત કુલ ૯ સ્ત્રી પુરુષો ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતાં રંગે હાથ પકડાઈ ગયા હતા.


 આથી એલસીબીની ટીમે મકાન માલિક મહિલા અલ્પાબેન ગોહેલ ઉપરાંત તિ‚પતીમાં રહેતી જ્યોતિબેન વિજયભાઈ ચૌધરી, રમાબેન બાબુલાલ રાઠોડ, દક્ષાબેન દેવશીભાઈ વાઢીયા, મમતાબેન ઇરફાનભાઇ ખફી, ઉપરાંત મારૂતીનંદન સોસાયટીમાં રહેતા હિરેનભાઈ જેન્તીભાઈ કાછડીયા, મહાકાળી સર્કલ પાસે રહેતા રવિભાઈ વજુભાઈ ગોહિલ, યાદવનગરના મયુરભાઈ જગુભાઈ ગોજીયા, સોમનાથ સોાસયટીના દેવાયતભાઈ ભીમજીભાઇ વાઘેલા સહિત ૯ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૨૮,૨૦૦ ની રોકડ રકમ, ૯ નંગ મોબાઈલ ફોન અને એક બાઈક સહિત ૧૩૮,૨૦૦ ની માલમતા કબજે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application