BREAKING NEWS

ફેસ પેક સ્કિન કેર પ્રીપરેશન જેલની આડમાં દારૂની હેરાફેરી: રાજકોટ PCBએ બુટલેગરોનો નવો કીમિયો નિષ્ફળ બનાવ્યો

  • August 28, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા સમયથી પાર્સલ સર્વિસ દ્વારા દારૂનો જથ્થો મોકલવાનો નવો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. પોલીસ દ્વારા પાર્સલોનું ચેકિંગ વધારી દેવાતા હવે બુટલેગરોએ દારૂ ઘુસાડવા માટે આધુનિક ટેકનોલોજી અને નવા કીમિયાઓનો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે, રાજકોટ શહેર પીસીબી (PCB)ની ટીમે ચાલાકી પૂર્વક મોકલવામાં આવેલા આ જથ્થાને ઝડપી પાડીને બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. પોલીસે ફેસ પેક અને સ્કિન કેર પ્રોડક્ટ્સના નામે મોકલાયેલ રૂ. 2.65 લાખની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પતરાના ડબ્બામાં મશીનથી પેકિંગ અને ભુસું ભરાયું

બુટલેગરોએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પતરાના ડબ્બાઓમાં દારૂના નાના-નાના ચપલા ભરી દીધા હતા. ત્યારબાદ તેને મશીનથી એર-ટાઈટ પેક કરવામાં આવ્યા હતા અને ડબ્બાઓની વચ્ચે ભુસું ભરી દેવાયું હતું જેથી અવાજ પણ ન આવે. બહારથી આ પાર્સલ સ્કિન કેર જેલનું જ લાગતું હતું. પ્રથમ વખત આ પ્રકારનું અનોખું અને મજબૂત પેકિંગ જોઈને દરોડો પાડનાર પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.


કલાકોની જહેમત બાદ દારૂ બહાર કઢાયો, આરોપીઓની શોધખોળ શરુ

પતરાના સીલબંધ ડબ્બાઓને એક પછી એક કાપીને તેમાંથી દારૂનો જથ્થો બહાર કાઢવામાં રાજકોટ પીસીબીની ટીમને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે હાલ 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂનો આ મોટો જથ્થો મોકલનાર (સપ્લાયર) અને મંગાવનાર (રિસીવર) બંને સામે ગુનો નોંધીને તેમની તીવ્ર શોધીખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News