BREAKING NEWS

LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે 45 નહીં, 25 દિવસમાં કરી શકાશે રિફિલ બુકિંગ

  • September 07, 2026 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

LPG ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં LPG સિલિન્ડર રિફિલ બુકિંગનો સમયગાળો 45 દિવસથી ઘટાડીને હવે 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. એટલે કે ગામડાના ગ્રાહકો એક સિલિન્ડર બુક કરાવ્યાના 25 દિવસ બાદ ફરીથી LPG રિફિલ બુક કરાવી શકશે.



કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને આ ફેરફાર તાત્કાલિક અમલમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે શહેરોની જેમ ગ્રામીણ વિસ્તારોમાં પણ એક બુકિંગ અને બીજી બુકિંગ વચ્ચે 25 દિવસનો ગેપ રહેશે.



પહેલા 45 દિવસનો હતો નિયમ



ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો હતો. હવે સરકારે તેમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોને અગાઉની સરખામણીએ વહેલી તકે સિલિન્ડર રિફિલ કરાવવાની સુવિધા મળશે.



તાજેતરમાં ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ, ખાડી યુદ્ધ અને હોર્મુઝ સંકટના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર અસર પડી હતી. તેની અસર LPG સહિત વિવિધ ઈંધણના ભાવ અને સપ્લાય વ્યવસ્થા પર પણ જોવા મળી હતી. તે સમયે સિલિન્ડરની કિંમત અને બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.



ભારતમાં ઊર્જા માટે આયાત પર નિર્ભરતા



ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોના મોટા હિસ્સા માટે આયાત પર નિર્ભર છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં થતા ફેરફારોની અસર ભારતમાં પણ જોવા મળે છે.

આયાત સંબંધિત સંકટ દરમિયાન LPGના ભાવ અને બુકિંગ નિયમોમાં ફેરફાર થયા હતા. જોકે, હવે સ્થિતિમાં સુધારો થતાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.



કોમર્શિયલ સિલિન્ડર પણ સસ્તો થયો



છેલ્લા કેટલાક મહિનામાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે ₹9.50થી ₹11.50નો ઘટાડો થયો છે.



આ પહેલા ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આશરે ₹192થી ₹209 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે જુલાઈમાં પણ લગભગ ₹183નો ભાવ ઘટાડો થયો હતો. આ રીતે એક તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગ્રામીણ ગ્રાહકો માટે રિફિલ બુકિંગનો સમયગાળો ઘટાડીને 25 દિવસ કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application