BREAKING NEWS

ચોરાઉ મોટરસાયકલ સાથે નાગધણીબાનો શખ્સ ઝડપાયો

  • October 09, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોરી થયેલ મોટર સાયકલ સાથે નાગધણીબાના શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લીધો હતો. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ અધિકારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ. જે સૂચના મુજબ  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન એક શખ્સ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ હાલતમાં લઇ ઉભો હોવાની મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં શખ્સ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે રજી.બુક કે કોઇ આધાર નહિ હોવાથી આ મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય કિ.રૂ.૨૦,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. અને  મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં  આજથી આશરે બે મહિના પહેલા  મોટર સાયકલ ભાવનગર શહેરના  બિઝનેસ સેન્ટરના પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતાસુરેશ ઉર્ફે સુર્યો લખમણભાઇ મકવાણા (ઉ.વ.૨૨ રહે.રામાપીરના મંદીર પાસે,નાગધણીંબા તા.જી.ભાવનગર)ની ધરપકડ કરી  હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નંબર પ્લેટ વગરનું એન્જીન નંબર-ઇંઅ૧૦ઊઋઅઇંખ૨૪૪૦૪ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ગંગા જળીયા પોલીસને હવાલે કર્યો હતો. શખ્સ ઝડપાતા ભાવનગર શહેરના ગંગાજળીયા પો.સ્ટે. ના ગુ.ર.નં.૧૩૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ.-૩૦૩(૨) મુજબના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, બાવકુદાન કુંચાલા, કેવલભાઇ સાંગા, જયદિપસિંહ ગોહિલ, માનદિપસિંહ ગોહિલ, ઉમેશભાઇ હુંબલ, એજાજખાન પઠાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા તેમજ નેત્રમ કંટ્રોલ રૂમની ટીમ જોડાયેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application