કોઠારીયા મેઇન રોડ પર રહેતા અને હત્યાની કોશિશ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસ સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. એ ડિવિઝન પોલીસે વોરંટની બજવણી કરી આરોપીની પાસાની હેઠળ અટકાયત કરી જુનાગઢ જેલહવાલે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા વારંવાર ગુના આચરતા શખસો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા હેઠળ કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી.બોરીસાગરે હત્યાની કોશિશ અને મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઉદય અલ્પેશભાઈ ઠાકર(ઉં વ ૨૦)(રહે વિવેકાનંદ નગર શેરી નંબર ૦૪, નવદુર્ગા જ્વેલર્સની સામે કોઠારીયા મેન રોડ) વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને મોકલી હતી. પોલીસ કમિશનરે મંજૂરીની મહોર લગાવી પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. જેથી એ ડિવિઝન પોલીસે વોરંટની બજવણી કરી આરોપી ઉદય અલ્પેશભાઈ ઠાકરની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો હતો.
આ શખસ વિરુદ્ધ એ ડિવિઝનમાં અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારમારી અને હત્યાની કોશિશના બે ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં પી.આઇ. બી.વી. બોરીસાગરની રાહબરીમાં પી.એસ.આઇ. એસ.એમ.રાણા તથા એ.એસ.આઈ. બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઇ માવદીયા, કનુભાઈ બસિયા, મહેશભાઈ ચાવડા, ધારાભાઈ ગઢવી, કરણભાઈ વીરસોડિયા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખા, તેજસભાઈ ડેર, પી.સી.બી. શાખાના ઇન્ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા, એ.એસ.આઇ રાજુભાઈ દહેકવાલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ સિસોદિયા સાથે રહ્યા હતા.