ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના શહેરી વહીવટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગે રાજ્યની વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસર સંવર્ગના પચ્ચીસ જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના સત્તાવાર આદેશો જારી કર્યા છે. તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા આ આદેશના પગલે રાજ્યભરની નગરપાલિકાઓના વહીવટી માળખામાં મોટી ફેરબદલ જોવા મળશે.
આ મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર હેઠળ માત્ર નગરપાલિકાઓ જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર (મ્યુનિસિપાલિટી) કચેરીના અધિકારીઓની સ્થિતિમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. સરકારે આ તમામ બદલીઓ અને નવી નિમણૂકોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ બદલીઓથી સંબંધિત શહેરો અને નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર સ્તરે નવી ટીમ કાર્યરત થશે, જેનાથી સ્થાનિક વહીવટ અને વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
સુરેન્દ્રનગર મનપાના રવિકાંત પટેલની માણસા, વેરાવળ-પાટણના પારસ મકવાણાની સુરેન્દ્રનગર મનપામાં, અંકલેશ્વરના કેશવ કોલડીયાની સુરત, ખંભાતના વિશાલ પટેલની કલોલ, દહેગામના ઉમા રામીણાની બોરસદ, બોરસદના વિરાજ શાહની ડભોઇ, કલોલના નીતિન બોડાતની અમદાવાદ ઝોન, તારાપુરના કૈલાશ પ્રજાપતિની બારેજા, માણસાના સતિષ પટેલની ગાંધીનગર ઝોન, ગોંડલના અશ્વિન વ્યાસની વેરાવળ-પાટણ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતીયાની રાજકોટ ઝોન, વિરમગામના જયેશ પટેલની ચોટીલા, ડોભાઇના જયકિશન તડવીની ખંભાત, શહેરાના તેજલ મુંધવાની દહેગામ, મોડાસાના ભદ્રેશ પટેલની ધ્રાંગધ્રામાં બદલી કરવામાં આવી છે.
ધ્રાંગધ્રાના મંટીલ પટેલની વિરમગામ, ઉમરેઠના ભારતીબેન સોમાણીની શહેરા, ચોટીલાના વિપુલ પનારાની ઉમરેઠ, બારેજાના સંદીપસિંહ ઝાલાની રાપર, જામજોધપુરના બ્રિજરાજસિંહ વાળાની ગોંડલ, ધોરાજીના જયમલ મોઢવાડીયાની જામજોધપુર, કેશોદના મુકેશ વાઘેલાની ધોરાજી, નખત્રાણાના ભાવિન કાંધાણીની કેશોદ, માંડવી (કચ્છ)ના જીજ્ઞેશ બારોટની હારીજ અને પ્રાદેશિક કમિશ્નર મ્યુનિસિપાલિટી, ગાંધીનગર ઝોનના મનોજ સોલંકીને મોડાસા મુકવામાં આવ્યા છે.