BREAKING NEWS

કોંગોમાં બે શાળાઓમાં ભીષણ આગ ભભૂકી, ૨૬ વિધાર્થી જીવતા ભુંજાયા

  • September 11, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વી આફ્રિકન દેશ કોંગોમાં ગુવારે સવારે બે શાળાઓમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૨૬ વિધાર્થીઓ માર્યા ગયા, યારે ડઝનેક ઘાયલ થયા. દક્ષિણ કિવુ પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ૧૯ છોકરીઓ અને ૭ છોકરાઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે ભય વ્યકત કર્યેા છે કે મૃત્યુઆકં વધુ વધી શકે છે. બુકાવુ શહેરના એક ઘરમાંથી આગ લાગી અને ઝડપથી નજીકની બે શાળાઓમાં ફેલાઈ ગઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે.
સ્થાનિક વિસ્તારના વહીવટકર્તા મોઈસ લુબાલાએ જણાવ્યું હતું કે આગ ફુરાહા માધ્યમિક શાળા અને નજીકની ઉજામા પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી. લુબાલાના જણાવ્યા અનુસાર, ફુરાહા માધ્યમિક શાળામાં ઘણા વિધાર્થીઓ ફસાયેલા હતા, જેમાંથી કેટલાકના શ્વાસ ંધાવાથી મૃત્યુ થયા હતા. આગ ફાટી નીકળ્યા પછી વિધાર્થીઓ શાળામાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે કહ્યું, બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. કેટલાક વિધાર્થીઓ બારીઓમાંથી કૂદી પડા, યારે અન્ય દરવાજા તરફ દોડા. તે બધા એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે કેટલાક ભીડ દ્રારા કચડાઈ ગયા અને પડી ગયા.ફુરાહા અને ઉજામા શાળાઓના વિવિધ ઉંમરના છોકરાઓ અને છોકરીઓને તેમના શાળા ગણવેશમાં ન્યામુલાગીરા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર નર્સ સિઝા જીન–બાપ્ટિસ્ટે જણાવ્યું હતું કે ઘાયલોની સંખ્યા એટલી વધારે છે કે તબીબી કર્મચારીઓને ચોક્કસ ગણતરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. બુકાવુ શહેરને નિયંત્રિત કરતા બળવાખોર જૂથ એમ ૨૩ ના પ્રવકતા લોરેન્સ કાન્યુકાએ અગાઉ ૨૪ વિધાર્થીઓના મૃત્યુની જાણ કરી હતી. તેમણે કહ્યું કે ૨૯ વિધાર્થીઓને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. દક્ષિણ કિવુ પ્રાંતીય સરકારે પાછળથી મૃત્યુઆકં ૨૬ દર્શાવ્યો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application