BREAKING NEWS

કોટડા સાંગાણીના રાજપરાના આધેડે રિક્ષામાં ઝેર ગટગટાવ્યું

  • October 05, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડા સાંગાણીના રાજપરા ગામે રહેતા રિક્ષા ચાલક યુવકે પાવર હાઉસ પાસે રિક્ષામાં જ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પત્ની સાથે જમવા બાબતે ચડભડ થતા ઘરેથી નીકળી પગલું ભરી લીધું હતું.


બનાવની મળતી વિગત મુજબ રાજપરા ગામે રહેતા રામજીભાઈ નાનજીભાઈ ગોહેલ (ઉ.વ.42)ના યુવકે રાત્રીના બારેક વાગ્યે ગામના પાદરે આવેલા પાવર હાઉસ પાસે રિક્ષામાં ઝેરી દવા પી કૌટુબીકભાઈને ફોન કરી દવા પી લીધી હોવાની જાણ કરતા પરિવારના સભ્યો સહિતના દોડી ગયા હતા અને તાકીદે સારવાર માટે પ્રથમ શાપર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે છે અને સંતાનમાં એક દીકરો દીકરી છે, પોતે રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રાત્રે બહારથી આવ્યા બાદ જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થતા હવે મારે નથી જમવું કહી ઘરેથી રીક્ષા લઇ નીકળી ગયા હતા અને પાવર હાઉસ પાસે જઈ દવા પી લીધી હોવાનું પરિવારના સભ્ય એ જણાવ્યું હતું, વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application