BREAKING NEWS

લોધીકાના નવી મેંગણીમાં સગીરાનો ફાંસો ખાઈ આપઘાત

  • August 07, 2026 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધિકાના મેંગણી ગામે રહેતો સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે, પરિવાર બહારગામ ધાર્મિક સ્થળે ગયો હોય પાછળથી પુત્રીએ પગલું ભરી લીધું હતું. બનાવના પગલે લોધીકા પોલીસે દોડી જઈ જરી કાર્યવાહી કરી હતી. બનાવની પ્રા વિગત મુજબ લોધીકા તાલુકાના નવી મેંગણી ગામે રહેતી રવિના મુકેશભાઈ સોલંકી (ઉ.વ.૧૬)ની સગીરા ગઈકાલે ઘરે એકલી હતી ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા અને મોટી બહેન રાજપીપળા રામદેવપીરના મંદિરે અને તેના પિતા પાવાગઢ ગયા હતા. માતા અને બહેન ઘરે પરત આવતા ઘરનો દરવાજો ખટખટાવવા છતાં ખોલતી ન હોય આથી મોટીબેને કોમલે બારી માંથી જોતા બહેન લટકતી હતી. આ જોઈ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દરવાજો તોડી સગીરાને નીચે ઉતારી બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે લોધીકા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી પૂર્ણ કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર રવિના બે ભાઈ બે બહેનમાં વચેટ હતી. પિતા માલઢોર ચારવાનું કામ કરે છે, તેણીએ કયાં કારણોસર પગલું ભયુ એ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application