જંગલેશ્વર મેઇન રોડ પર આવેલા રાધાકુષ્ણનગરમાં ધોળા દિવસે મકાનમાંથી રોકડ .૫૦ અને દાગીના સહિત .૧.૩૫ લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુનાનો ભેદ ભકિતનગર પોલીસે ઉકેલી નાખી કુખ્યાત શખસના સગીર પુત્રને ઝડપી લીધો હતો. ચોરી કરનાર સગીર ચોરાઉ દાગીના વેચવા જતો હતો અને પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે દાગીના કબજે કર્યા છે. જયારે રોકડ રકમ મોજશોખમાં ખર્ચી નાખ્યાનું આરોપીએ રટણ કયુ હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ નગર ૧૩માં રહેતા હંસાબેન કમલેશભાઈ કુંવરિયાએ ગઇ તા.૩૭૨૦૨૬ ના ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સવારે ૯:૦૦ વાગ્યે તેઓ કામ પર નીકળી ગયેલ અને સાંજે છ વાગ્યે ઘર પર આવતા અંદરથી ડેલી બધં હોય જેથી પાડોશીના મકાનમાંથી પ્રવેશ કરી ડેલી ખોલતા ઘરનો દરવાજો ખુલ્લો અને કબાટની ચાવી ત્યાં રાખતા હોય અને કબાટમાંથી સોનાનો ૧૦ ગ્રામનો ચેન, સોનાની બુટી, વીટી, સોનાનું ઓમકાર પેન્ડલ, ચાંદીના સાંકળા ૫૦,૦૦૦ રોકડા સહિત ૧,૩૫,૧૭૪ ની ચોરી થયાનું માલુમ પડયુ હતું.
ચોરીના આ બનાવને લઇ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ.એચ.ગોહિલ તથા ટીમ તપાસમાં હતી. દરમિયાન કોન્સ. પ્રકાશભાઇ મકાવણા,રવિભાઇ રત્નુ અને યુવરાજસિંહ જાદવને એવી બાતમી મળી હતી કે, ચોરી કરનાર સગીરવયનો આરોપી હાલ કોઠારીયા મેઇન રોડ પર દેવપરા તરફ જવાના રસ્તે સોનની દુકાને ચોરાઉ દાગીના વેચવાની ફીરાકમાં છે. જેથી પોલીસે તાકીદે અહીં પહોંચી ચોરી કરનાર સગીરને ઝડપી લઇ તેની પાસેથી સોનાનો ચેઇન, બુટી, વીટી, ઓમકાર અને ચાંદીના સાંકળા સહિત તમામ દાગીના કબજે કર્યા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, બાળ આરોપીની પુછતાછ કરતા તે રાધાકૃષ્ણનગરમાં તેના સંબંધીના ઘરે રોકાવા આવ્યો હતો દરમિયાન તેણે ફરિયાદીની દીનચર્યા જાણી તે દિવસ દરમિયાન કામ પર હોય તે વાતનો ખ્યાલ આવતા બાજુના ઘરની દીવાલ ટપી મકાનમાં પ્રવેશયો હતો અહીં. મકાનની ચાવી પડી હોય જે ચાવી લઇ ઘરમાં ઘૂસી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. મોજશોખ પુરા કરવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. ચોરી કરેલા દાગીના આરોપી પાસેથી પોલીસે કબજે કર્યા છે જયારે રોકડ રકમ બાબતે પોલીસે પુછપરછ કરતા તેણે રોકડ રકમ .૫૦ હજાર મોજશોખમાં ખર્ચી નાખી હોવાનુ રટણ કયુ હતું. જેથી આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ વી.એલ.રાઠોડ ચલાવી રહ્યા છે