રાજકોટ સંચાલન સંબંધિત (ઓપરેશનલ) કારણોસર ઓખા સ્ટેશને આવતી બે ટ્રેનોના આગમન સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે ટ્રેનોના સુધારેલા સમયની વિગત નીચે મુજબ છે
1) ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા મેલ
ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા મેલનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય બપોરના 2:20 વાગ્યાનો છે, જેને 30 મિનિટ વધારીને 2:50 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ સુધારેલો સમય તત્કાલ અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
2) ટ્રેન નંબર 19576 નાથદ્વારા–ઓખા એક્સપ્રેસ
ટ્રેન નંબર 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસનો ઓખા સ્ટેશને વર્તમાન નિર્ધારિત આગમન સમય સાંજના 6:50 વાગ્યાનો છે, જેને 20 મિનિટ વધારીને 7:10 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
આ સુધારેલો સમય 20 ઓગસ્ટ 2026થી નાથદ્વારાથી ઉપડતી ટ્રેન પર લાગુ થશે.
નોંધનીય છે કે બંને ટ્રેનોના સમયમાં ફેરફાર માત્ર ઓખા સ્ટેશને તેમના આગમન માટે જ કરવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન સિવાય અન્ય કોઈ પણ સ્ટેશને આ ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા પોતાની ટ્રેનના સુધારેલા સમયની માહિતી મેળવી લે અને તે મુજબ જ તેમની મુસાફરીનું આયોજન કરે.