BREAKING NEWS

રાજકોટમા પ્લાસ્ટિકના ઝબલા વેચનારાઓ સાવધાન, મનપાએ દાણાપીઠ-પરા બજારમાં દરોડા પાડી 141 કિલો જથ્થો જપ્ત

  • June 22, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

ચીફ પર્યાવરણ ઇજનેરના જણાવ્યા મુજબ, શહેરના દાણાપીઠ તથા પરાબજાર ખાતે આવેલ (૧) સીમા પ્લાસ્ટિક, (૨) પાયલ પ્લાસ્ટિક (૩) ક્રિષ્ના પ્લાસ્ટિક (૪) મારુતિ પ્લાસ્ટિક (૫) સદાશિવ પ્લાસ્ટિક (૬) રાજુ પ્લાસ્ટિક (૭) રામજી પ્લાસ્ટિક (૮) ચંદારાણા પ્લાસ્ટિક (૯)બાલમુકુન્દ પ્લાસ્ટિક (૧૦) સિદ્ધિ વિનાયક પ્લાસ્ટિક (૧૧) પેકવેલ પ્લાસ્ટિક (૧૨) જી કટારીયા પ્લાસ્ટિક (૧૩) રઘુવીર પ્લાસ્ટિક (૧૪) પ્રિતેશ પોલીપેક (૧૫) પેરા માઉન્ટ પ્લાસ્ટિક ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ સહિત સમગ્ર શહેરમાંથી કુલ ૧૪૧ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી  કુલ ૯૭ આસામીઓ પાસેથી રૂ ૭૭,૫૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application