BREAKING NEWS

રાજકોટમાં પાન-ફાકીની દુકાનો ચલાવનારાઓ સાવધાન...કાલે પ્રતિબંધિત પ્લાસ્ટિક પાન પીસ પકડવા મનપાની ટીમો ત્રાટકશે

  • October 08, 2026 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત આવતીકાલથી આક્રમક સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં પાનની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત પાનપીસ સામે થશે કડક કાર્યવાહી થશે. તદ્ઉપરાંત જાહેરમાં કચરો ફેંકનારા અને પાન-ફાકી થૂંકનારાને દંડાશે. સફાઇની સાથે બેસી ગયેલા કે ઉખડી ગયેલા પેવિંગ બ્લોક અને તૂટેલી ફૂટપાથ અને ડીવાઈડરનું રિપેરિંગ, રોડ કે શેરીની આજુબાજુમાં ઊગેલું ઘાસ દૂર કરવા સહિતની અનેક કામગીરી થશે.


આવતીકાલથી સમગ્ર શહેરમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમાં વિઝિબલ ક્લિનલીનેસ જળવાઈ રહે, જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો સ્વચ્છ તેમજ સુંદર દેખાય, ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ દૂર કરવામાં આવે તથા શહેરની જાહેર સ્વચ્છતા વધુ સુદૃઢ બને તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.


આ ઉપરાંત, મુખ્ય માર્ગો પર આવેલા પે એન્ડ યુઝ ટોઇલેટની ચકાસણી, હંગામી દબાણ દૂર કરવાની કામગીરી, ફૂટપાથની મરામત, રોડ પર રહેલી ધૂળ-માટી, પથ્થર, ઘાસ-ઝાડી વગેરે દૂર કરવા સહિતની આનુષંગિક કામગીરી પણ કરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો સ્વચ્છ, સુઘડ અને સુંદર રહે તેમજ નાગરિકોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત જાહેર પરિસર મળી રહે તે માટે તમામ સંબંધિત ટીમો દ્વારા સતત કામગીરી કરવામાં આવશે.

વોર્ડ નં.૧થી ૧૮માં આ રસ્તાઓ ઉપર થશે ચેકિંગ


વોર્ડ નં.૧

• રામાપીર ચોકડીથી સ્માર્ટ સિટી તરફનો રોડ

• રામાપીર ચોકડીથી લાખના બંગલા તરફનો રોડ


વોર્ડ નં.૨

• કસ્તુરબા રોડ – ભાવેશ મેડિકલથી બહુમાળી ચોક તથા શારદાબાગથી ફૂલછાબ ચોક સુધી

• રેસકોર્ષ રીંગ રોડ

• જામનગર રોડ


વોર્ડ નં.૩

• રેલ્વે જંક્શન મેઈન રોડ

• જવાહર રોડ તથા જુબેલી માર્કેટ રોડ

• રેલનગર મેઈન રોડ – પમ્પીંગ સ્ટેશનથી પાણીના ટાંકા સુધી


વોર્ડ નં.૪

• કુવાડવા રોડ – ગ્રીન લેન્ડ ચોકડીથી કેશરી હિન્દ પુલ

• ૮૦ ફૂટ રોડ – મહાલક્ષ્મી ડેરી ફાર્મથી ગીરીરાજ રેસ્ટોરન્ટ


વોર્ડ નં.૫

• કુવાડવા રોડ – ગ્રીન લેન્ડ ચોકડીથી ડીલક્ષ ચોક

• પેડક રોડ – પટેલ વાડીથી સર્વિસ રોડ સુધી


વોર્ડ નં.૬

• સંતકબીર રોડ

• ભાવનગર રોડ – ડીલક્ષ ચોકથી ચુનારવાવાડ ચોક સુધી


વોર્ડ નં.૭

• યાજ્ઞિક રોડ, ટાગોર રોડ

• ગોંડલ રોડ – ચૌધરી હાઈસ્કૂલથી મક્કમ ચોક સુધી

• ઢેબર રોડ – ત્રિકોણ બાગથી ગુરુકુળ પાણીના ટાંકા સુધી


વોર્ડ નં.૮

• મહિલા કોલેજથી કે.કે.વી. ચોક સુધી – કાલાવડ રોડ

• લક્ષ્મીનગરના નાળાથી નાના મૌવા ચોક સુધી – નાના મૌવા રોડ

• આમ્રપાલી અંડરબ્રિજથી હનુમાન મઢી ચોક સુધી – રૈયા રોડ


વોર્ડ નં.૯

• હનુમાન મઢી ચોકથી રૈયા ગામ સુધી – રૈયા રોડ

• યુનિવર્સિટી રોડ

• સાધુવાસવાણી રોડ


વોર્ડ નં.૧૦

• કે.કે.વી. ચોકથી એ.જી. ચોક સુધી – કાલાવડ રોડ

• સરિતાવિહાર રોડ

• પુષ્કરધામ રોડ


વોર્ડ નં.૧૧

• નાના મૌવા ચોકથી ભીમનગર ચોક – નાના મૌવા રોડ

• મવડી ચોકડીથી રામધણ સુધીનો રોડ


વોર્ડ નં.૧૨

• મવડી ચોકડીથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી–મવડી રોડ

• ૮૦ ફૂટ રોડ


વોર્ડ નં.૧૩

• ગોંડલ રોડ–મક્કમ ચોકથી ગોંડલ ચોકડી

• મવડી રોડ–ઓવરબ્રિજથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી

• આનંદ બંગલા ચોકથી કૃષ્ણનગર રોડ સુધી


વોર્ડ નં.૧૪

• ૮૦ ફૂટ રોડ – નાગરિક બેંક ચોકથી સોરઠીયા વાડી સર્કલ સુધી

• કોઠારિયા મેઈન રોડ – સોરઠીયા વાડી સર્કલથી વિનોદભાઈ શેઠ હોલ સુધી

• ગાયત્રીનગર રોડ


વોર્ડ નં.૧૫

• ૮૦ ફૂટ રોડ

• ભાવનગર રોડ – ચુનારવાવાડ ચોકથી આજી ડેમ સુધી


વોર્ડ નં.૧૬

• કોઠારિયા રોડ – સોરઠીયા વાડી સર્કલથી કોઠારિયા નાળા સુધી

• દેવપરા મેઈન રોડ


વોર્ડ નં.૧૭

• સહકાર રોડ

• હરીધવા રોડ

• કોઠારિયા મેઈન રોડ – વિનોદભાઈ શેઠ હોલથી કોઠારિયા નાળા સુધી


વોર્ડ નં.૧૮

• કોઠારિયા રોડ – કોઠારિયા નાળાથી કોઠારિયા ગામ તળ સુધી ડાબી બાજુ

• કોઠારિયા રોડ – કોઠારિયા નાળાથી કોઠારિયા ગામ તળ સુધી જમણી બાજુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application