BREAKING NEWS

14 વર્ષની બાળા પર પાડોશીનું દુષ્કર્મ: પત્નીની હાજરીમાં નરાધમે દીકરી સાથે ત્રણ વખત બદકામ કર્યું

  • October 09, 2026 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં દુષ્કર્મનો એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. ૧૪ વર્ષની દિકરી પર પાડોશીએ જ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં તેની પત્નીએ પણ મદદગારી કરી હતી. આટલેથી ન અટકતા આરોપી દંપતી દીકરીને ઘરેથી કાર ઉઠાવી ગયા હતાં. બાદમાં આરોપીએ દિકરીને ખોળામાં બેસાડી બીભત્સ અડપલા કર્યા અને પત્નીએ વીડિયો પણ બનાવ્યો હતો. જે અંગે ગાંધીગ્રામ પોલીસે બાળાની માતાની ફરિયાદ પરથી દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે જામનગર રોડ પર રહેતી એક મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે મહેશસિંગ નેપાળી અને તેની પત્ની મંજુ નેપાળી (રહે. ભોમેશ્વર, મૂળ નેપાળ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ અને સંતાનો સાથે રહે છે. મોટી પુત્રીના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા છે. બીજી દીકરી ૧૪ વર્ષની છે. તેઓનું મૂળ વતન નેપાળ છે. તેમની પાડોશમાં દંપતી રહે છે. થોડા દિવસ પૂર્વે આ દંપતીને કોઈ કારણોસર ઝઘડો થતાં આરોપી અંજુ તેના માવતર મધ્યપ્રદેશ રિસામણે જતી રહી હતી. જે બાદ અંજુએ ગઈ તા.૧ ના ફરીયાદીનાં પુત્રને ફોન કરી જાણ કરી હતી કે, તારી ૧૪ વર્ષની સગીર બહેન સાથે મારો પતિ જાતીય સતામણી કરતો હોય તેવો વીડિયો છે. જે બાદ આરોપી મંજુએ તે વીડિયો મોકલતા તેમાં આરોપી મહેશસિંગ કાર ચલાવતો હતો અને તેની સગીર બહેનને ખોળામાં બેસાડી શરીરે અડપલા કરતો હતો. જે જોઇ પરિવારજનો ચોંકી ઉઠયા હતાં.

જે બાદ પરીજનોએ દીકરીની પુછતાછ કરતા દીકરીએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, તે પાડોશીના ઘરે અવારનવાર જતી હતી. દરમિયાન જ્યારે માતા પિતા ગઈ તા.૦૫-૦૭ ના વતનમાં કામ અર્થે ગયાં ત્યારે આરોપી મંજુએ તેને પોતાના ઘરે બોલાવી હતી અને તેની હાજરીમાં જ તેના પતિ મહેશસિંગે તેના પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પણ તા.૦૫-૦૭ થી તા. ૨૪-૦૭ દરમિયાન આ જ રીતે આરોપી મંજુએ તેને ઘરે બોલાવી તેના પતિએ તેની હાજરીમાં ત્રણ વખત બદકામ કર્યું હતું.

દરમિયાન એક વખત ઘરેથી અપહરણ કરી દંપતી તેને કારમાં બેસાડી લઈ ગયાં હતા અને આરોપી મહેશસિંગે તેને ખોળામાં બેસાડી શરીરે અડપલા કર્યા હતાં અને આરોપી મંજુએ પાછળની સીટમાં બેસી તેનો વીડિયો ઉતાર્યો હતો.

જે અંગેની વાત સામે આવતાં જ પરિવારે તુરંત પોલીસનો સંપર્ક કરી આ હકિકત જણાવી ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ.પી.ગઢવીના માર્ગદર્શનમાં પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


વિકૃત શખસ રીસમાણે આવેલી બાળાની મોટી બહેનને ભગાડી જતા ભાંડો ફૂટયો

પીડિતાની મોટી બહેન રાજકોટમાં જ સાસરે છે, તે છેલ્લા ત્રણ માસથી તેના પતિ સાથે કોઈ બાબતે પણ અણબનાવ બનતા રીસામણે આવી હતી. દરમિયાન આરોપી મહેશસિંગે સગીરાની મોટી બહેનને પણ પોતાનો શિકાર બનાવી હતી. જે બાદ ગઈ તા.૦૧-૧૦ ના રોજ તેણીને ભગાડી ગયો હતો. જે અંગે પરિજનોએ પુત્રી ગુમ થયાની પોલીસમાં જાણ પણ કરી હતી. આ બનાવ અંગે આરોપીની પત્ની મંજુને જાણ થતા તેણે જ પતિના કરતુત અંગે પીડિતાના પરિવારને જાણ કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસની ટીમ હાલ મુંબઈમાં પહોંચી હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application