નેપાળમાં અચાનક આવેલા પૂરમાં મૃત્યુઆકં વધીને ૭૮૮ થયો છે. કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. દરમિયાન, અધિકારીઓએ ભોટેકોશી નદીમાં પાણીના સ્તરમાં વધારો થવાની ચેતવણી જારી કરી છે. તેમણે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રહેવાસીઓ અને બચાવ કાર્યકરોને સતર્ક રહેવા વિનંતી કરી છે. રાષ્ટ્ર્રીય આપત્તિ જોખમ ઘટાડો અને વ્યવસ્થાપન સત્તામંડળ અનુસાર, ૨,૫૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે, યારે લગભગ ૯,૫૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
નેપાળ–તિબેટ સરહદ નજીક હિમપ્રપાત અથવા બરફ અને ખડકોના ધોધને કારણે થયેલી આ આફતમાં ૨૬ ઓગસ્ટના રોજ ઉત્તર અને મધ્ય નેપાળના નગરો અને ગામડાઓ તબાહ થઈ ગયા હતા. હિમાલય સરહદી પ્રદેશમાંથી દક્ષિણ તરફ વહેતી ભોટેકોશી નદી પૂરના પાણીએ ઘરો, વાહનો, રસ્તાઓ અને પુલોને ધોઈ નાખ્યા છે. તેમજ જળવિધુત પ્રોજેકટસને નુકસાન પહોંચાડું છે. ચીની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેનાથી ચીની બાજુમાં ૧૬ લોકો માર્યા ગયા છે, યારે તિબેટમાં લગભગ ૫૫૦ લોકો ગુમ છે.એક નિવેદનમાં, એનડીઆરઆરએમએએ ચેતવણી આપી છે કે ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર ફરી વધ્યું છે. પૂરવાળી ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર કંઈક અંશે વધી ગયું છે. સંબંધિત તમામ લોકોને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે, તેમણે ઉમેયુ હતું કે વધારાની માહિતી પ્રા થયા પછી પરિસ્થિતિ અંગે અપડેટ આપવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બાદ નેપાળમાં કુલ ૨,૫૦૨ લોકો ગુમ થયા છે, જેમાં ૫૯૧ વિદેશીઓ પણ સામેલ છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે નેપાળમાં ૨૭૫થી વધુ ભારતીયો અને ૧૨૮ ભારતીય મૂળના લોકો ગુમ છે અથવા તેમની પહોંચ બહાર છે. રવિવારે, વિદેશ મંત્રાલયે તેના એકસ હેન્ડલ પર ૧૪૯ બચાવેલા લોકોની યાદી શેર કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવાર સાંજ સુધીમાં, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ ૯,૫૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં ભારત, યુએસ, ચીન, રશિયા, યુકે, સ્પેન, બેલ્જિયમ, જર્મની, ઇટાલી, માલ્ટા, તુર્કી, સ્વિટઝર્લેન્ડ અને પોર્ટુગલ સહિત અનેક દેશોના સ્થાનિકો અને પ્રવાસીઓનો સમાવેશ થાય છે. બચી ગયેલા લોકો માટે હવે પડકાર તેમના જીવનને ફરી ઉભું કરવાનો છે, ઘણા લોકો હજુ પણ તેમના પ્રિયજનોથી અલગ છે અને ભવિષ્ય વિશે અનિશ્ચિત છે. મોટાભાગના બચી ગયેલા લોકો હવે વિનાશ વચ્ચે પુનર્નિર્માણના મુશ્કેલ કાર્યનો સામનો કરી રહ્યા છે. નેપાળની હોસ્પિટલોમાં ગુમ થયેલા સ્વજનોને શોધવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. હવે ધ્યાન મૃતકોની ઓળખ પર છે. હોસ્પિટલની દિવાલો પર ફોટોગ્રાસ લગાવવામાં આવ્યા છે, યાં મોટી ભીડ તેમને ધ્યાનથી જોતી જોઈ શકાય છે. જોકે, પોલીસે અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં મળેલા મૃતદેહોમાંથી માત્ર ૧૭ મૃતદેહોની ઓળખ થઈ છે. બાગમતી પ્રાંતીય પોલીસ કાર્યાલયના પ્રવકતા રાજેન્દ્ર પ્રસાદ ધમાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ફકત ૧૭ મૃતદેહોની ઓળખ થઈ છે કારણ કે તેમાંથી મોટાભાગના ખરાબ સ્થિતિમાં છે અથવા તેમના અંગો વિકૃત છે. તેમણે સમજાવ્યું કે શા માટે મૃતદેહોની ઓળખ કરવી એક પડકાર બની ગઈ છે. ધમાલાએ કહ્યું કે જરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી અત્યાર સુધીમાં ૯૬ મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. તેમણે ઉમેયુ કે દફન કરતા પહેલા મૃતદેહોમાંથી ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા અને હાલના નિયમો અનુસાર નિયુકત સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા હતા