BREAKING NEWS

ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ: 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી; ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હાઈ એલર્ટ

  • August 07, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થતાં જ મેઘરાજા ફરી એકવાર તોફાની ઇનિંગ્સ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, આજે ૭ ઓગસ્ટથી લઈને ૯ ઓગસ્ટ ૨૦૨૬ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી લઈને ભારે વરસાદની તીવ્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર, મહેસાણા સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આ ત્રિ-દિવસીય વરસાદી આગાહીનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.



આ ઉપરાંત સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને સુરેન્દ્રનગર જેવા મધ્ય-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ તમામ જિલ્લાઓ (રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ) માં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.


૮ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મુશળધાર વરસશે
આવતીકાલે ૮ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વરસાદનું જોર ઉત્તર ગુજરાત તરફ શિફ્ટ થશે. વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


જ્યારે દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ વગેરે), મધ્ય ગુજરાત (અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા) તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં આ દિવસે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.


૯ ઓગસ્ટ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ
૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે. દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


આ સિવાયના અન્ય જિલ્લાઓ જેવા કે ભરૂચ, સુરત, તાપી, વલસાડ, અમદાવાદ, આણંદ, ખેડા તેમજ સૌરાષ્ટ્રના તમામ કાંઠાળ અને અંદરના વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.


​​​​​​​હવામાન વિભાગની આ સતત ત્રણ દિવસની ચેતવણીને પગલે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ કરી દેવાયું છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application