વોટ્સએપ એ રીસન્ટ મીડિયા સજેશન્સ ફીચર રજૂ કર્યું છે. આ નવી ફંકશનાલિટી લેટેસ્ટ વર્ઝન્સ સાથે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર કેટલાક યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહી છે. જેવું કે નામ પરથી ખબર પડે છે, રીસન્ટ મીડિયા સજેશન્સને યુઝર્સના ડિવાઇસ (સાધન) ગેલરીમાંથી લેટેસ્ટ મીડિયાને સીધા ક્ધવર્સેસન્સ (વાતચીત) ની અંદર બતાવીને ફોટો અને વીડિયો શેર કરવાનું સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. મેન્યુઅલ રીતે ગેલરી ખોલવાને બદલે, યુઝર્સ સીધા ચેટ ઇન્ટરફેસમાંથી જ સજેસ્ટેડ ક્ધટેન્ટ (સૂચવેલી સામગ્રી)નો ઉપયોગ કરી શકે છે.
રિપોર્ટ મુજબ, મીડિયા સજેશન્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર પસંદગીના વોટ્સએપ યુઝર્સ માટે રોલ આઉટ થઈ રહ્યા છે.
આ યુઝર્સને તે બધું મોકલવાની સુવિધા આપે છે જે તેમણે હાલમાં જ પોતાની ગેલરીમાં ઉમેર્યું છે. વોટ્સએપ કથિત રીતે રીસન્ટ મીડિયા સજેશન્સને ડિસ્પ્લે કરવાના બે અલગ-અલગ રસ્તાઓનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. પહેલા વર્ઝનમાં, યુઝર્સને ચેટ બારની બરાબર ઉપર એક નોટિફિકેશન દેખાઈ શકે છે જેમાં તેમના લેટેસ્ટ ગેલરી આઇટમનો થમ્બનેલ નજરે આવશે. બીજું વર્ઝન ચેટ બારમાં કેમેરા આઇકનને ટેમ્પરરી (અસ્થાયી) ધોરણે સજેસ્ટેડ મીડિયાના થમ્બનેલથી બદલી નાખે છે. યુઝર્સ સજેશનને ઇગ્નોર પણ કરી શકે છે અને હંમેશાની જેમ સામાન્ય વાતચીત ચાલુ રાખી શકે છે.
બંનેમાંથી કોઈપણ સજેશન પર ટેપ કરવાથી વોટ્સએપનું ડ્રોઇંગ એડિટર ખુલ જાય છે, જેનાથી યુઝર્સ ક્ધટેન્ટનું પ્રિવ્ય જોઈ શકે છે. યુઝર્સ તેને શેર કરતા પહેલા કેપ્શન અથવા સ્ટિકર્સ ઉમેરી શકે છે. એપ ફોટો કે વીડિયોને આપમેળે મોકલતું નથી, જેનાથી ભૂલથી કંઈપણ શેર થવાથી બચાવ થાય છે. રીસન્ટ મીડિયા સજેશન્સ ફીચર ગેલરીમાં તાજેતરમાં ઉમેરવામાં આવેલા મીડિયાને સજેસ્ટ કરી શકે છે, જેમાં કેમેરા ફોટોઝ, સ્ક્રીનશોટ્સ, ડાઉનલોડ કરેલી ઇમેજિસ અને બીજા એપ્લિકેશન્સમાંથી સેવ કરેલા વીડિયો સામેલ છે.