BREAKING NEWS

આઈફોન પ્રેમીઓને મોટો ઝટકો: જૂના આઈફોન અધધ... 30 હજાર સુધી મોંઘા થયા, જાણો કઈ સિરીઝમાં ભાવ વધ્યો

  • September 10, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રાત્રે એપલે એક મોટી ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં આઈફોન ડ્યુ અને આઈફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ ઇવેન્ટ પછી કંપનીએ જૂના આઈફોનની કિંમતમાં વધારો કર્યો હોય તેવું આ પહેલી વાર બન્યું છે. ગયા વર્ષે, આઈફોન 17 રૂ,82,900માં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની કિંમત રૂ.99,900 કરવામાં આવી છે. આઈફોન 17ઈ અને આઈફોન એરનીની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

એપલે આઈફોન 18 લોન્ચ કર્યો નથી, પરંતુ ગયા વર્ષે લોન્ચ થયેલા આઈફોન 17ની કિંમતમાં 22 ટકા સુધીનો વધારો કર્યો છે. આ કિંમત વધારો ઘણા આઈફોન પ્રેમીઓ માટે મોટો આંચકો હશે. આઈફોન 17ના 512 જીબી વેરિઅન્ટની કિંમત હવે રૂ.1,24,900 છે.

આઈફોન 17ઇની કિંમતમાં રૂ.15,000નો વધારો કરવામાં આવ્યો છે. કિંમત જે પહેલા રૂ.64,900 હતી, હવે રૂ.79,900 કરવામાં આવી છે. આઈફોન 16ની કિંમત વધારીને 89,900 રૂપિયા કરવામાં આવી છે. આઈફોન 15ની કિંમત પહેલા 69,900 રૂપિયા હતી.

એપલના સૌથી પાતળા હેન્ડસેટ, આઇફોન એરની કિંમતમાં રૂ.30,000નો વધારો થયો છે. જે કિંમત રૂ.119,900 હતી તે હવે રૂ.149,900 થઈ ગઈ છે. આઈફોન 17 પ્રો સિરીઝ રૂ.1,34,900થી શરૂ થાય છે અને નવા આઈફોન 18 પ્રો રૂ.1,64,900થી શરૂ થાય છે.

આઈફોન 17 પ્રો મેક્સ રૂ.1,49,900થી શરૂ થાય છે, અને આઈફોન 18 પ્રો મેક્સ રૂ.1,79,900થી શરૂ થાય છે.

આઈફોન 17માં 120એચઝેડ રિફ્રેશ રેટ સાથે 6.3-ઇંચ એલટીપીઓ સુપર રેટિના એક્સડીઆર ઓએલઇડી ડિસ્પ્લે છે. આઈફોન 17માં ઇન-હાઉસ એ19 ચિપસેટ (3 એનએમ)નો ઉપયોગ થાય છે.

આઈફોન 17માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી અને 48-મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. 18એમપી સેલ્ફી કેમેરા છે. હેન્ડસેટ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application