BREAKING NEWS

રાજ્યના પાટનગરમાં હાઈ સિક્યુરિટી જેલ બનાવવાનો માર્ગ મોકળો, કુખ્યાત ગેંગસ્ટરોને ગુજરાત ધકેલાતા હોય સરકારે લીલી ઝંડી આપી

  • February 21, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત અને અન્ય રાજ્યોના કુખ્યાત અપરાધીઓને સુરક્ષિત રીતે સાચવવા માટે ગુજરાતની પસંદગી વિવિધ રાજ્યો અને અદાલત દ્વારા થતી હોવાથી ગાંધીનગર જિલ્લામાં હાઈ સિકયુરિટી જેલનું બનાવવાની પ્રક્રિયા રાજ્યના મુખ્ય પોલીસ વડા સાથે જેમના વિશાળ અનુભવ અને કાર્યક્ષમતા આધારે ગુજરાતના જેલોનું સુપરવિઝન જેમની પાસે રાજ્ય સરકારે યથાવત રાખેલ છે, તેવા ડો. કે. એલ એન.રાવના માર્ગદર્શનમાં આ કાર્ય આરંભાયૂ છે ક્ષમતાવાળી જિલ્લા જેલ, તથા ૧૦૦ કેદીની ક્ષમતાવાળી ઓપન જેલનુ નિર્માણ કરવા મોજે. ભાદરોડા તા. દહેગામ, ખાતે સર્વે નં.૨૦ માંથી હે. આરે. ક્ષે. ૪૦-૦૦-૦૦ ચોરસ મીટર જમીન વર્ષ ૨૦૨૩ માં મળેલ છે.


ગાંધીનગર જિલ્લાના કેદીઓ માટે ૨૬૦ કેદીની ક્ષમતાવાળી હાઇસિકયુરીટી જેલનુ ભવિષ્યમાં ૫૦૦ કેદી સુધી વિસ્તરણ કરી શકાય તે મુજબ, ૫૦૦ કેદીની ક્ષમતા ધરાવતી જિલ્લા જેલ, તેમજ ૧૦૦ કેદીની ક્ષમતા ધરાવતી ઓપન જેલ સાથોસાથ આધુનિક સુવિધાથી સજ્જ બાંધકામ તથા જેલસ્ટાફને રહેવા માટે આવાસોનુ બાંધકામ કરવામાં આવશે. ગાંધીનગર ભાદરોડા ખાતે નિર્માણાધીન હાઇસીકયુરીટી જિલ્લા જેલમાં ૨૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ, વિડીયો કોન્ફરન્સ રૂમ, આધુનિક ઈન્ટરકોમ મુલાકાત રૂમ, ઓડીટોરીયમ ઓપન એર થિયેટર, ઈન્ડોર આઉટડોર ગેમ્સ, વોકેશનલ તાલીમ સેન્ટર, લીગલ એઇડ કલીનીક, લાયબ્રેરી કમ સ્ટડી સેન્ટર સહિતની સુવિધાઓવાળી જેલ બનાવવામાં આવી રહેલ છે.


તે ઉપરાંત, સીસીટીવી, ફુલ હ્યુમન બોડી સ્કેનર, બોડી વોર્ન કેમેરા, જેલની મુખ્ય દિવાલો પર ડીસી લાઇવ વાયર સિસ્ટમ, ડોર ફ્રેમ મેટલ ડીટેકટર, મોબાઇલ ડીટેકટર, નોન લીનીયર જંકશન ડીટેકટર,ડીપ સર્ચ મેટલ ડીટેક્ટર, એકસ-રે બગેજ સ્કેનર, હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર, હાઈ માસ્ટ પોલ જેવી સલામતી સંબંધિત સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓપન જેલ ખાતે કલ્ચર ,મેડીટેશન યોગા હોલ, ઓડીટોરીયમ, પ્રાથમિક સુવિધા કેન્દ્ર, સ્ટડી રૂમ સહિતની લાયબ્રેરી, ઈન્ડોર આઉટડોર ગેમ્સ, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ બનાવવામાં આવનાર છે.


કેટેગરી મુજબ અધિકારી કર્મચારીના આવાસ ફાળવાશે

હાઇસીકયુરીટી જેલના અધિકારી કર્મચારીઓ માટે બી કેટેગરીના ૪૦, સી કેટેગરીના ૨૦, ડી કેટેગરીના ૦૬, ઈ કેટેગરીના ૦૩ અને ઈ ૧ કેટેગરીના ૦૧ આવાસ બનાવવામાં આવનાર છે. ઉચ્ચ અધિકારીઓ માટે ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application