BREAKING NEWS

રાજકોટના ટ્રાફિક સર્કલ, આઈલેન્ડ જાળવણીનો 4.10 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવાનું પેન્ડિંગ

  • August 06, 2026 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ટ્રાફિક સર્કલ, આઈલેન્ડ, સેન્ટ્રલ વર્ઝની જાળવણીનો ૪.૧૦ કરોડમાં કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી, આ દરખાસ્તમાં સંપૂર્ણ વિગતો સાથેની દરખાસ્ત રજૂ કરવા આદેશ કર્યો હતો તેમ ચેરમેને જણાવ્યું હતું.

સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલા નિર્ણયોમાં (૧) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડના કન્સલ્ટન્ટને કામગીરી આપવાનું પેન્ડિંગ (૨) વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળની પૂર્વ દિશામાં શિવભવાની રેસીડેન્સી (જુનું કેશરીનંદન) પાસે બોક્સ કલ્વર્ટ બનાવવાનું મંજૂર (૩) શહેરના વિવિધ ૬ ટી.પી. પ્લોટ, રામવન પાર્કિંગ, સર્વે નં.૬૨૫/પી તથા મોટા મવા હેડ વર્કસમાં વૃક્ષારોપણની કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ આપવાનું પેન્ડિંગ (૬) રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના રેકર્ડ પર નોંધાયેલ મિલકતો ખાતે વોટર કનેકશનની ચકાસણી, મિલકતોના રેકર્ડ અપડેટ કરવા, પ્રોપર્ટી જીઓ ટેગીંગના કામનો કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર (૭) મહાનગરપાલિકા વિસ્તારમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પોરાનાશક કામગીરી હેઠળ ડ્રોન ટેકનોલોજી દ્વારા પોટેન્શિયલ મોસ્કીટો બ્રિડિંગ સોર્સનો સર્વે તથા લાર્વીસાઈડ ટ્રીટમેન્ટની કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ મંજૂર (૮) કોમ્પ્યુટર વિભાગ હસ્તકના હાર્ડવેર માટે દ્વિવાર્ષિક મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ મંજૂર (૯) રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ તથા વર્ષ ૨૦૨૭-૨૮ના હિસાબોના સ્ટેચ્યૂટરી ઓડિટ માટે સ્ટેચ્યૂટરી ઓડિટરની નિમણૂક કરવાનું પેન્ડિંગ (૧૦) વોર્ડ નં.૧૮માં રોલેક્ષ રોડને સાઈબાબા સર્કલથી ભવાની ચોક, કોઠારીયા મેઈન રોડ સુધી સી.સી. રોડ કરવા તથા આનુષંગિક સિવિલ કામનો કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર (૧૧) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોનના જુદા જુદા વિસ્તારમાં આવેલ રોડ સેન્ટ્રલ વર્ઝ, ટ્રાફિક જંકશનના આઇલેન્ડ, સર્કલની જાળવણી નિભાવણી કરવાના કામનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાનું પેન્ડિંગ (૧૨) ઇસ્ટ ઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ, સીનીયર સિટીઝન પાર્ક તથા બાલક્રીડાંગણની એક વર્ષ માટે જાળવણી નિભાવણી કરવાના કામનો કોન્ટ્રાક્ટ આપવાનું મંજૂર (૧૩) વોર્ડ નં.૧૫માં આજી ડેમ ખાતે આવેલ દાધા હનુમાન મંદિરના રોડને હયાત સિમેન્ટ રોડથી બગીચાની દિવાલ સુધી અને બગીચાની દિવાલથી મંદિરના ગેઈટ સુધી સી.સી. કરવાના કામ મંજૂર (૧૪) વોર્ડ નં.૧૧ અને ૧૨માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવાના કામનો કોન્ટ્રાક્ટ મંજૂર (૧૫) ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસના લેણામાં વ્યાજની માફી આપવાનું મંજૂર કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application