BREAKING NEWS

કપડાં નહીં, વિમાન બદલો: પાકિસ્તાનની સરકારી એરલાઇનના નવા યુનિફોર્મથી લોકો ભડક્યા

  • September 23, 2026 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)ની હાલત ભલે ખરાબ હોય, પરંતુ હવે એરલાઇન પોતાનો ‘લુક’ બદલવાની તૈયારીમાં છે. પીઆઈએ દ્વારા કેબિન ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે પાકિસ્તાનના નવ જાણીતા ફેશન ડિઝાઇનરોએ પોતાની ડિઝાઇન અને આઇડિયા રજૂ કર્યા છે. નવી યુનિફોર્મની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો ભડકી ઉઠ્યા છે અને કહી કહ્યા છે કે, કપડા નહીં, વિમાન બદલો.

સોશિયલ મીડિયા પર નવા યુનિફોર્મની તસવીરો સામે આવ્યા બાદ લોકોએ પીઆઈએના નવા લુક પર પ્રતિક્રિયા આપી હતી. જોકે, યુઝર્સે માત્ર યુનિફોર્મની પ્રશંસા કરવાને બદલે એરલાઇનની જૂની સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. લોકોનું કહેવું હતું કે માત્ર દેખાવ બદલવાથી એરલાઇનની કામગીરીમાં સુધારો નહીં થાય.

પીઆઈએના ખાનગીકરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી નિષ્ફળતાઓ બાદ પાકિસ્તાન સરકારે ડિસેમ્બર 2025માં 135 અબજ પાકિસ્તાની રૂપિયામાં પીઆઈએની 75 ટકા હિસ્સેદારી આરિફ હબીબ કોર્પોરેશનના કન્સોર્ટિયમને વેચીને તેનું ખાનગીકરણ પૂર્ણ કર્યું હતું. હવે એરલાઇન સામે પોતાની છબી અને કામગીરીમાં સુધારો કરવાની મોટી જવાબદારી છે.

સોશિયલ મીડિયા યુઝર્સે નવી યુનિફોર્મને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે તેની ફેમિલી ટૂંક સમયમાં મુસાફરી કરવાની છે, પરંતુ તેને એરલાઇનમાં મુશ્કેલીઓનો સામનો કરવાની ચિંતા છે. અન્ય એક યુઝરે કટાક્ષ કરતાં કહ્યું કે એરલાઇનને નવા યુનિફોર્મ નહીં, પરંતુ નવી ઓપરેશન ટીમ, નવા વિમાન, જવાબદારી અને વધુ સારા ઇન-ફ્લાઇટ અનુભવની જરૂર છે.

એક અન્ય યુઝરે લખ્યું કે માત્ર કપડાં બદલવાથી વ્યવસ્થાની સમસ્યાઓ દૂર નહીં થાય. તેના કહેવા મુજબ, એરલાઇનની જૂની વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને સમસ્યાઓ માત્ર નવા યુનિફોર્મથી દૂર થઈ શકે નહીં. તેથી પીઆઈએએ પોતાના દેખાવની સાથે કામગીરી અને સેવાઓમાં પણ સુધારો કરવો જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application