પત્ની, પુત્ર અને બે પંડિતોની ગોળી મારી હત્યા કરી બે બાળકોને બંધક બનાવનાર એનકાઉન્ટરમાં ઠાર
પત્ની, પુત્ર અને બે પંડિતોની ગોળી મારી હત્યા કરી બે બાળકોને બંધક બનાવનાર એનકાઉન્ટરમાં ઠાર
September 23, 2026 12:02 PM
આઝમગઢ: ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શંભુપુર ગહજી ગામમાં અંધશ્રદ્ધા, ઝાડફંક અને માનસિક બીમારીની સ્થિતિ વચ્ચે બનેલી હિંસક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ઘરમાં ભટકી રહેલા મૃત મોટા ભાઈની આત્મા અને પ્રેતબાધાને દૂર કરવા માટે કરવામાં આવી રહેલા ધાર્મિક અનુાન દરમિયાન થયેલી હિંસક ઘટનામાં મૃત્યુઆંક 5 થયો છે.મંગળવારે સાંજે પત્ની બબીતા સિંહ અને પૂજા કરાવી રહેલા બે પંડિતો મહેન્દ્ર પાઠક અને અખિલેશ મિશ્રાની હત્યા કરનાર આરોપી અરવિંદ સિંહનું પોલીસ કાર્યવાહીમાં મોત થયું છે. બીજી તરફ, બાળકોને બંધક બનાવ્યા દરમિયાન આરોપીની ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલા તેના ૪ વર્ષના બાળકનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.પોલીસ તપાસ અને પરિવારજનો પાસેથી મળેલી માહિતી અનુસાર, અરવિંદ સિંહની છેલ્લા કેટલાક સમયથી વારાણસીમાં માનસિક બીમારીની સારવાર ચાલી રહી હતી. પરિવારનું માનવું હતું કે અરવિંદ પર તેના મૃત મોટા ભાઈ સુનીલ સિંહની આત્મા અને પ્રેતબાધાનો સાયો છે. આ માન્યતાને કારણે તેની ૭૦ વર્ષીય માતા સમલા દેવી અને ૪૦ વર્ષીય પત્ની બબીતા સિંહે ઘરમાં ચાર દિવસની વિશેષ તંત્રપૂજા અને અનુાનનું આયોજન કયુ હતું. બુધવારે આ અનુાનની પૂર્ણાહુતી થવાની હતી.મંગળવારે સાંજે લગભગ ૬ વાગ્યે અરવિંદ બજારમાંથી ઘરે પહોંચ્યો ત્યારે આંગણામાં પૂજા ચાલી રહી હતી. તે ગુસ્સે ભરાઈ ગયો અને પરિવારજનોને સંબોધીને આરોપ લગાવ્યો કે તેના ભાઈની હત્યા પૂજાના કારણે થઈ છે. ત્યારબાદ તેણે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પહેલા પત્ની બબીતાને ગોળી મારી હતી. ત્યાર પછી પૂજા કરાવી રહેલા બંને પંડિતો પર પણ ગોળીબાર કર્યેા હતો.ત્રણ લોકોની હત્યા કર્યા બાદ અરવિંદ પોતાના ત્રણ નાના બાળકોને ખેંચીને એક મમાં બધં થઈ ગયો હતો. માહિતી મળતાં છ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ, એસપી ડો. અનિલ કુમાર અને એસપી ગ્રામ્ય ચિરાગ જૈન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે લગભગ ૭ કલાક સુધી અરવિંદને સમજાવીને બાળકોની સુરક્ષા માટે આત્મસમર્પણ કરાવવાનો પ્રયાસ કર્યેા હતો. જોકે, આરોપીએ પોલીસને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસની ચેતવણી છતાં તેણે મની અંદર પોતાના એક બાળકને ગોળી મારી દીધી હતી.બાળકોના જીવને જોખમ હોવાથી રાત્રે લગભગ ૧૧:૩૦ વાગ્યે વારાણસી ઝોનના એડીજી નવીન અરોડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રાત્રે ૧૨:૩૦ વાગ્યે વિશેષ કમાન્ડો દળે મોરચો સંભાળ્યો હતો.કમાન્ડોએ અરવિંદને આત્મસમર્પણ કરવા કહ્યું ત્યારે તેણે છ રાઉન્ડ ગોળીબાર કર્યેા. ત્યારબાદ પોલીસ અને કમાન્ડો ટીમે જવાબી કાર્યવાહી કરી. તેમાં અરવિંદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે મનો દરવાજો તોડીને અન્ય બે બાળકોને સુરક્ષિત બહાર કાઢા હતા.ઘાયલ અરવિંદ અને ગોળીથી ઘાયલ થયેલા બાળકને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયા હતા.