BREAKING NEWS

રાજકોટમાં રોઝ સ્પામાં ચાલતા કુટણખાના પર પોલીસ ત્રાટકી, ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીને રૂ.1 હજાર આપતા

  • September 17, 2026 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં સ્પાના ઓઠા હેઠળ ધમધમતા વધુ એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા રોઝ સ્પા એન્ડ વેલનેસમાં દરોડો પાડી ગુજરાત, યુપી, દિલ્હી અને નેપાળની ચાર યુવતીઓને મુક્ત કરાવી મહિલા રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી હતી, જ્યારે સ્પા સંચાલકની શોધખોળ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, પીઆઈ એમ.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઈ આર.કે. ગોહિલ અને ટીમને બાતમી મળી હતી કે, રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા શ્રીરામ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રોઝ સ્પા એન્ડ વેલનેસમાં યુવતીઓને રાખી મસાજના નામે ગ્રાહકોને બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે ડમી કસ્ટમર મોકલી એએચટીયુ ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે અહીંથી રિસેપ્શનિસ્ટ ઉર્વીશાબેનને ઝડપી બે મોબાઈલ સહિત રૂ.૧૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે એએચટીયુ ટીમે યુનિવર્સિટી પોલીસ મથકે દરોડા દરમિયાન ઝડપાયેલી મહિલા રિસેપ્શનિસ્ટ અને હાજર નહીં મળી આવેલા સ્પા સંચાલક કનુભાઈ ખોડાભાઈ બાખલકિયા (હાલ રહે. વિશ્વકર્મા સોસાયટી, શેરી નં.૪, સાધુ વાસવાણી રોડ, રાજકોટ) વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.


પોલીસના જણાવ્યા મુજબ, સ્પા સંચાલક અને રિસેપ્શનિસ્ટ દ્વારા અહીં યુવતીઓને રાખી બહારથી ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી પ્રથમ એન્ટ્રી ફી પેટે રૂ.૧ હજાર વસૂલવામાં આવતા હતા. ત્યારબાદ શરીર સંબંધ બાંધવા માટે વધુ રૂ.૨ હજાર ઉઘરાવવામાં આવતા હતા. આ રકમમાંથી યુવતીને રૂ.૧ હજાર આપવામાં આવતા હતા. પોલીસે અહીંથી ગુજરાત, દિલ્હી, યુપી અને નેપાળની કુલ ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.


આ કામગીરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એમ.એલ. ડામોર, પીએસઆઈ આર.કે. ગોહિલ, એએસઆઈ અજયભાઈ શુક્લા, સલીમભાઈ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મારૂ, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, મહેશભાઈ ગણેશપ્રસાદ અને જ્યોતિબેન બાબરીયાની ટીમે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application