આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ જે ચોટીલા નાગેશ્રી હાઇવે બન્યો છે ત્યારે અહીંની ભાદર નદી પુલ પર મસ મોટા ખાડા પડી ગયા હોય જ્યારે જુનો ભૂલ છે ત્યાં હાલવું પણ અત્યંત કઠિન હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તેમજ વાહન ચાલકો અકસ્માતના ભોગ બને છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા કેમ કોઈ પગલા ભરવામાં આવતા નથી આ ખાડા ને પુરવામાં કોની શરમ આવે છે ત્યારે વાહન ચાલકો રાત્રિના સમયે અકસ્માતના ભોગ બને છે ઘણા દિવસથી વરસાદ પણ ન હોય ત્યારે આ હાઈવે પર હજુ ખાડા નુ રીપેરીંગ કરવામાં આવ્યું નથી રોજ વાહન ચાલકો ને અકસ્માત નો ભોગ બનવો પડે છે જુનાં પુલ પર મગર ની પીઠ જેવો રોડ બન્યો છે જેને નવો બનાવ્યો નથી ત્યારે હવે વરસાદ નથી તો રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે ખાસ કરીને ટુવીલ ચાલકો આ અકસ્માતના ભોગ બન્યા છે પાંચ ફુટ નાં ખાડા પડી ગયા છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે