પોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
પોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:21 PM
પોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
વન વિભાગ પોરબંદરના ચિરાગ ચાંદગુડે ભા.વ.સે.નાયબ વન સંરક્ષક પોરબંદર તેમજ મદદનીશ વન સંરક્ષક એન.ડી મકવાણા પોરબંદર વન વિભાગ અને આર.એફ.ઓ એ.જી.ડોડીયા સીધા માર્ગદર્શન હેઠળ એસ.આર. વકાતર ફોરેસ્ટર , એન.એ..કારાવદરા- વન રક્ષક તેમજ ફોરેસ્ટ સ્ટાફમાં પંકજભાઈ, સુરેશભાઈ, મયુરભાઈ, જયદીપભાઈ તેમજ ઇગલ ગ્રુપ ના અશોક ગોહેલ, ફ્રેઝર વાડિયા,કરણ બામણીયા પોરબંદર જિલ્લા ના કોરિખડા ગામા ના વાડી વિસ્તાર માં ખીમા ગીગા ખૂટી ના રહેઠાણ ની નજીક ખેતર ના શેઢા પર બાવળ ની કાંટી માં આવી ચડેલ ફૂલ એગ્રેસિવ ૬.૫ ફૂટ અને ૧૪ વર્ષ ઉંમર ધરાવતો મેઇલ મગર ભારે જહેમત બાદ રેક્સ્યુ કરેલ તેમજ બખરલા ગામ ના વાડી વિસ્તાર માં અરભમ વેજા ખુટી ના રહેઠાણ ની નજીક ખેતર માં આવી ચડેલ આશરે ફુલ એગ્રેસિવ ૬ ફૂટ અને ૧૩ વર્ષ ઉંમર ધરાવતો મેઇલ મગર ભારે જહેમત બાદ રેક્સ્યુ કરેલ બાદ બન્ને મગરને તેમના પ્રાકૃતીક આવાસ માં રિલીઝ કરેલ.