BREAKING NEWS

જેતપુર ઉધોગનગરમાં ગેરકાયદે ખનન પર દરોડો: રૂા. ૪૦.૫૦ લાખનો મુદ્દામાલ જ

  • August 26, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના ઉધોગનગર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટની પાસેથી એસઓજીએ ખનિજ ચોરી ઝડપી લઇ કુલ રૂા.૪૦ લાખનો મુદ્દામાલ જ કર્યેા હતો. ખાણ ખનિજ વિભાગે દડં વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે.પ્રા વિગતો અનુસાર, જેતપુર ઉધોગનગર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ નજીક આવેલી એક ધારમાંથી ગેરકાયદેસર રીતે તાસ (માટીરેતી) નું મોટા પાયે ખનન અને વહન થતું હોવાની પોલીસને ખાનગી બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ઓચિંતો દરોડો પાડીને ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ રંગેહાથ ઝડપી પાડું હતું.
દરોડા દરમિયાન સ્થળ પરથી ધાર કાપીને તાસનું ખનન કરતા અને તેની હેરાફેરી કરતા વાહનો જ કરવામાં આવ્યા છે. પોલીસે રૂપિયા ૩૦ લાખની કિંમતનું એક એકસ્કેવેટર મશીન (રજિ. નં.જીજે–૦૩પીએસ–૦૨૦૫) અને રૂપિયા ૧૦ લાખની કિંમતનું એક ડમ્પર (રજિ. નં.જીજે–૧૪એટી–૭૦૪૦) જ કયુ છે. આ સાથે જ સ્થળ પરથી અંદાજે ૧૦૦ ટન જેટલી ખનન કરેલી તાસ (અંદાજિત કિંમત રૂા. ૫૦,૦૦૦) મળીને કુલ રૂા. ૪૦,૫૦,૦૦૦નો તોતિંગ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ખનીજ ચોરીમાં ઝડપાયેલા આ બંને વાહનો લાલજીભાઈ ટોળિયાના છે.ખનન માફિયાઓ સામે લાલ આખં કરતા પોલીસે આ તમામ વાહનોને મોટર વ્હીકલ એકટ (એમ.વી. એકટ ૨૦૭) હેઠળ તાત્કાલિક અસરથી ડિટેઈન કર્યા છે. આ ઉપરાંત, ગેરકાયદેસર ખનન કરવા મામલે વધુ આકરો દડં (કમ્પાઉન્ડિંગ પેનલ્ટી) વસૂલવા માટે રાજકોટ ખાણ–ખનીજ વિભાગના ભૂસ્તરશાક્રીને સત્તાવાર રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જેતપુર પંથકમાં સરકારી સંપત્તિ લૂંટી રહેલા અન્ય ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application