BREAKING NEWS

રાજ્યના 201 તાલુકામાં મેઘમહેરઃ 14 કલાકમાં અંબિકા તાલુકામાં 18 ઈંચ અનરાધાર વરસાદ; ડોલવણ-વાંસદા અને નેત્રંગમાં પણ સાંબેલાધાર

  • July 31, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં ચોમાસાની સિસ્ટમ પૂરેપૂરી સક્રિય થતાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે સવારે ૬ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધીના માત્ર ૧૪ કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાતના તાલુકાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. આ ૧૪ કલાક દરમિયાન સૌથી વધુ આફત અંબિકા તાલુકામાં જોવા મળી છે, જ્યાં ૧૮ ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ સિવાય વાંસદા, ડોલવણ અને નેત્રંગમાં પણ આકાશી આફત વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ
માત્ર ૧૪ કલાકમાં નોંધાયેલા આંકડાઓ જ દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. માત્ર ૧૪ કલાકમાં જ ૧૮ ઈંચ જેટલો અતિભારે વરસાદ પડી જતાં નીચાણવાળા તમામ વિસ્તારો અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. તાપીના ડોલવણમાં ૧૩.૫ ઈંચ અને નવસારીના વાંસદામાં ૧૩ ઈંચથી વધુ અનરાધાર વરસાદ ખાબક્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં પણ ૧૨ ઈંચ જેટલો મુસળધાર વરસાદ નોંધાયો છે.


5 ઇંચથી વધુ વરસાદવાળા તાલુકા:

અંબિકા – 18.39 ઇંચ
ડોલવણ – 13.58 ઇંચ
વાંસદા – 13.23 ઇંચ
નેત્રંગ – 12.36 ઇંચ
ધરમપુર – 10.08 ઇંચ
ઉમરપાડા – 10.00 ઇંચ
માંગરોળ – 9.96 ઇંચ
વસો – 9.65 ઇંચ
નડિયાદ – 8.94 ઇંચ
સુબીર – 8.90 ઇંચ
આણંદ – 8.78 ઇંચ
વઘઈ – 8.03 ઇંચ
પલસાણા – 7.91 ઇંચ
બોરસદ – 7.83 ઇંચ
અરેઠ – 7.80 ઇંચ
ખેરગામ – 7.76 ઇંચ
નવસારી – 7.72 ઇંચ
મહુધા – 7.64 ઇંચ
ખંભાત – 7.56 ઇંચ
બારડોલી – 7.28 ઇંચ
પેટલાદ – 7.17 ઇંચ
ઓલપાડ – 6.69 ઇંચ
ગરુડેશ્વર – 6.50 ઇંચ
સાગબારા – 6.34 ઇંચ
જલાલપોર – 6.30 ઇંચ
જાંબુઘોડા – 6.18 ઇંચ
વાલોડ – 5.79 ઇંચ
વ્યારા – 5.59 ઇંચ
વલસાડ – 5.51 ઇંચ
સોજિત્રા – 5.47 ઇંચ
તિલકવાડા – 5.39 ઇંચ
કાલોલ – 5.16 ઇંચ
અંકલેશ્વર – 5.16 ઇંચ
નાંદોદ – 5.12 ઇંચ
ભરૂચ – 5.04 ઇંચ


​​​​​​​રાજ્યના ૨૦૧ તાલુકાઓમાં મેઘમહેર
માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ જોવા મળી રહી છે. આજે દિવસ દરમિયાન ગુજરાતના ૨૦૧ જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે સ્થાનિક લોકમાતા (નદીઓ) અને કોઝવે ઉભરાઈ ગયા છે, જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટવાની કે વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સ્થિતિ ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application